શ્વાસ અધ્ધર પણ દૃશ્ય સુંદર

Published: 14th December, 2014 07:05 IST

મર્ડિલથી બપોરના ૧.૨૭ વાગ્યે ઊપડેલી અમારી ટ્રેન અદ્ભુત ક્યોસફોસેન ધોધ આગળથી પસાર થઈને બરાબર ૨.૨૫ વાગ્યે ફ્લામ સ્ટેશન ઉપર આવીને ઊભી રહી. અહીંથી અમારે બરાબર ૩.૧૦ કલાકે ગુડવાન્ગેન જવા માટે બોટમાં સહેલ કરવાની હતી. ખરેખર તો એ બોટ નહીં પણ એક સ્ટીમર હતી, જેમાં પાંચ-પંદર કારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જે પ્રવાસીઓ પોતાની કારમાં પ્રવાસ કરતા હોય તેઓ અહીં એમની આખેઆખી કાર જ એ સ્ટીમરમાં પાર્ક કરી દેતા હતા.નવ રાત્રિ નૉર્વેમાં- સંગીતા જોશી - ડૉ. સુધીર શાહ, ઍડ્વોકેટફ્લામ સ્ટેશન ત્રણ બાજુ પહાડોથી ઘેરાયેલું છે અને ચોથી બાજુ જળવિસ્તાર છે. સ્ટેશન પર એક જબરદસ્ત મોટો સ્ટોર છે, એમાં પર્યટકોને ખરીદી કરવી જ પડે એવી લોભામણી, નૉર્વેની સંસ્કૃતિને છતી કરતી હસ્તકળાની ચીજો વેચાય છે. લાકડાંનાં જાત-જાતનાં અને ભાત-ભાતનાં રમકડાં, વિfવમાં જેનાં વખાણ થાય છે એવા નૉર્વેજિયન ઑલિમ્પિક ભાતનાં સ્વેટર્સ, ફરના કોટ, શિયાળ અને રેન્ડિયરનાં ચામડાં, માટીનાં સુંદર રંગબેરંગી ભાતવાળાં વાસણો, લોકલ ચિત્રકારોએ દોરેલા નૉર્વેના ધોધ, જંગલ, બરફના પહાડોનાં પેઇન્ટિંગ્સ કંઈ કેટલીય ચીજો ત્યાં હતી. સાથોસાથ એક ખૂબ જ મોટી રેસ્ટોરાં પણ હતી, જ્યાં તમને ઈડલી-ઢોસા, ભેળપૂરી, પાણીપૂરી, બટાટાવડાં કે કાંદાનાં ભજિયાં ન મળતાં ર્નોર્વેના લોકોને ભાવે એવી અને જે વાનગીઓનું નામ સાંભળતાં જ જૈનો ભડકીને એ રેસ્ટોરાંથી દૂર ભાગી જાય એવી વ્હેલસ્ટિક, કોડ ટંગ્સ, ફર્મેન્ટેડ ટ્રાઉટ, શ્રીમ્પ, સાલન ફિશ, મીટ બૉલ્સ વગેરે પીરસવામાં આવતી હતી. વેજિટેરિયનો માટે ત્યાં ફક્ત બે જ વાનગીઓ હતી. જાત-જાતનાં બ્રેડ અને મેશ પોટેટોઝ. અલબત્ત, બ્રેડ ઉપર લગાડવા માટે નૉર્વેનો વાઇલ્ડ બેરી જામ પણ ત્યાં ઉપલબ્ધ હતો.સ્ટોરના દરવાજાની નજીક બૅગો મૂકી અને વારાફરતી એ સ્ટોરમાં ચક્કર માયાર઼્. સુધીરને ફરીથી એક વાર નૉર્વેના સુવેનિયર તરીકે સંગીતાને ઑલિમ્પિક સિમ્બૉલ ગૂંથેલું સ્વેટર અપાવવાનું મન થયું, પણ સંગીતાએ તેને એમ કરતાં અટકાવ્યો. ‘મુંબઈમાં આપણે આવું મોંઘુંદાટ સ્વેટર પહેરીને ક્યાં ફરવાનાં હતાં? અને હવે કંઈ પાછાં નૉર્વે આવવાનાં નથી.’ એમ કહીને સંગીતાએ સુધીરને વીસ હજાર રુપિયા ખર્ચતાં વાર્યો હતો.


ફ્લામથી ગુડવાન્ગેન સુધીના બે કલાક અને વીસ મિનિટનો અમારો એ સ્ટીમરનો પ્રવાસ મંત્રમુગ્ધ કરનારો હતો. ઘેરા બ્લુ રંગનાં જળમાં અમારી સ્ટીમર ધીમા વેગે ચાલી, બલ્કે વહી રહી હતી. બેઉ બાજુએ પહાડો હતા અને એમાં દર પાંચ-પાંચ મિનિટના અંતરે નાના-મોટા ધોધ જોવા મળતા હતા. આ દૃશ્ય જોઈને સુધીરને એણે ન્યુ ઝીલૅન્ડમાં કરેલા મિલર્ફોડ સાઉન્ડના જળપ્રવાસની યાદ આવી ગઈ હતી. મુંબઈગરાઓ ચોમાસામાં સહ્યાદ્રિ પર્વતોમાં ફૂટી નીકળતાં ઝરણાઓ અને ત્યાં પડતા ધોધ જોવા ખાસ લોનાવલા, ખંડાલા અને મહાબળેfવર જાય છે. એ ધોધ મોટેરાઓને નાનાં બાïળકો બનાવીને ભીંજાવા પ્રેરે છે. ગુડવાન્ગેન જતાં નૉર્વેના અસંખ્ય ધોધે અમને પણ એમાં ભીંજાવા આકષ્યાર઼્, પણ એ શક્ય નહોતું એટલે અમે બેઠાં-બેઠાં દૂરથી જ એ ધોધને પર્વતો ઉપરથી નીચે નદીમાં પડતા જોઈને સંતોષ માન્યો. અમે સ્ટીમરના સૌથી આગલા ભાગમાં બેઠાં હતાં એટલે અમને સામેનો નદીનો પટ અને બાજુના પર્વતો એમ બન્ને દૃશ્યો જોવાનો લાહવો સાંપડ્યો હતો. એક પંજાબી કુટુંબ અમારી બાજુની બેઠકોમાં હતું. અમે બે-ત્રણ વાર એમની સામે જોઈને સ્મિત આપ્યું. જો વળતું સ્મિત મળ્યું હોત તો અમે તેમની જોડે વાર્તાલાપ કર્યો હોત, પણ કુટુંબના બધા જ સભ્યો આપસમાં જ વાતો કરવામાં એટલા ખોવાયેલા હતા કે તેમને તેમના અન્ય દેશવાસીઓ સામે જોવાની ફુરસદ નહોતી.

અમારી બીજી બાજુએ એક જૅપનીઝ કુટુંબ હતું. એમની પછવાડે બ્રિટિશ દંપતી હતાં. તે સૌએ અમારી જોડે નૉર્વેના સૌંદર્યની, તેમના દેશના સૌંદર્ય જોડે સરખામણી કરતી વાતો કરી. સદ્ભાગ્યે એમ એ બન્નેના દેશોમાં ફરી આવ્યાં હતાં એટલે અમને તેમના દેશની સુંદરતાનાં પણ વખાણ કરતાં આવડ્યું, સાથોસાથ ભારતની સુંદરતા અમે તેમને વર્ણવી અને એ વખાણે અમને તેમના મિત્રો બનાવી દીધા. સ્ટીમરમાં સ્નેક્સ અને ડ્રિન્ક્સ ઉપલબ્ધ હતાં. અમે સાથે લઈ ગયેલો નાસ્તો તેમ જ સ્ટીમરની રેસ્ટોરાંમાંથી સૅન્ડવિચ અને હૉટ ચૉક્લેટ ખરીદીને આરોગ્યાં.સંગીતાને પગે ભમરો છે. એક જગ્યાએ વધુ વાર સુધી બેસી રહેવું તેને ગમતું નથી એટલે થોડી વાર બેસી રહ્યા બાદ તે શિપના ખુલ્લા તૂતક ઉપર ગઈ. પાંચ મિનિટમાં જ તે દોડતી નીચે આવી અને કહેવા  લાગી : સુધીર, ચાલ જલદી, ઉપર ચાલ, ત્યાંથી શું ફૅન્ટૅસ્ટિક વ્યૂ દેખાય છે. સંગીતાના આ શબ્દોએ ઝોકે ચડેલા સુધીરને જાગ્રત કરી દીધો. તે ઝટ દઈને ઊભો થયો અને અમે શિપના ઉપરના મજલે ખુલ્લા તૂતક ઉપર જઈ પહોંચ્યાં. સૌપ્રથમ તો બંધિયાર રુમમાંથી બહાર ખુલ્લામાં આવતાં ઠંડા વાયરાએ સુધીરના શરીરમાં તાજગી લાવી દીધી. ખરેખર કાચની બારીમાંથી જે દૃશ્ય દેખાતું હતું અને ખુલ્લામાંથી જે દેખાતું હતું એમાં આસમાન-જમીનનો ફરક હતો. આંખો સુંદર દૃશ્યનું રસપાન કરતી હતી, શરીર સુંદર વાતાવરણનો અનુભવ કરતું હતું અને કાન પક્ષીઓના, થોડા-થોડા સમયે થતા કર્ણપ્રિય અવાજો ઝીલતા હતા. અમારી જોડેના લગભગ અડધા પ્રવાસીઓ તૂતક ઉપર ખુલ્લામાં નૉર્વેના અવર્ણનીય સૌંદર્યનો આસ્વાદ માણી રહ્યા હતા. તૂતક ઉપર અમે જાણે કે કુદરતને ખોળે ઊભાં હતાં.


સ્ટીમરની મુસાફરી ક્યારે પૂરી થઈ એનો અમને આજુબાજુનાં દૃશ્યો જોતાં ખ્યાલ જ ન રહ્યો. જેવી અમારી સ્ટીમર ગુડવાન્ગેન પહોંચી કે સામે જ અમને સૌને લેવા આવેલી ચાર લક્ઝરી બસો અમે જોઈ. સ્ટીમરના પ્રવાસીઓ જાણે કે મોડા પહોંચીશું તો બસમાં બેસવાની જગ્યા નહીં મળે એમ સમજી ઝડપથી સ્ટીમરમાંથી ઊતરવા લાગ્યા. કેટલાક તો રીતસર આગલી વ્યક્તિને ધક્કો મારીને આગળ જતા હતા. મનુષ્ય, પછી ભલે એ ભારતીય હોય કે યુરોપિયન એનો સ્વભાવ બધે જ સરખો હોય છે. અમને ખાતરી હતી કે અમને લીધા સિવાય બસ નહીં ઊપડે એટલે સ્ટીમરમાંથી ઊતરવાની અધીરાઈ ન દેખાડતાં અમે અન્યોના ધક્કા ખાવાનું ટાળ્યું.


સામાન્ય રીતે લોકો ક્યાંય પણ પ્રથમ હરોળમાં બેસવાનું ટાળે છે એટલે અમે જ્યારે સૌથી છેલ્લે બસમાં ચડ્યાં ત્યારે આખી બસ પ્રવાસીઓથી ભરાઈ ગઈ હતી અને જાણે કે અમારા માટે રિઝર્વ હોય એમ પહેલી બે સીટો ખાલી હતી. ખુશ થતાં-થતાં અમે એમાં ગોઠવાયાં. ગુડવાન્ગેનથી વોસ જવાના પર્વતોના વાંકાચૂંકા, ઊંચાનીચા સવા કલાકના પ્રવાસમાં અમે પ્રથમ સીટમાં હોવાને કારણે અમારી બસના બીજા પ્રવાસીઓ જોઈ શક્યા નહીં હોય એવાં દૃશ્યો જોયાં. બસ ખરેખર ખૂબ જ કપરાં ચઢાણ અને દિલ ધડકાવી નાખે એવાં ઊતરાણ કરતી હતી. ચઢાણ સાઠ ડિગ્રી કે એથી પણ વધુ કપરાં હતાં અને ઢોળાવો તો ખરેખર સાઠ ડિગ્રીથી વધુ ઢળતા હતા. એમ સમજોને કે એ બસમાં અમે રોલર-કોસ્ટરની જ રાઇડ કરતાં હતાં. ફરક માત્ર એટલો જ હતો કે રોલર-કોસ્ટરો અત્યંત ઝડપથી ચાલતાં હોય છે, જ્યારે અમારી બસનો ડ્રાઇવર ખૂબ જ કાળજીપૂર્વક વીસ કિલોમીટર કે એથી ઓછી ઝડપે બસ ચલાવતો હતો. ખંડાલાનો ઘાટ, પોલાદપુરથી મહાબળેfવર જવાનો સતત ચાલીસ કિલોમીટરનો સર્પાકારનો ઘાટ, નૈનિતાલ, સિમલા, મસૂરી, દાર્જીલિંગ, ઊટી, કોડાઇકનાલ આ સર્વે જગ્યાએ જતાં તમને જે પહાડો ઉપરનાં ચઢાણો અને વતુર્ળાકાર રસ્તાઓનો અનુભવ થાય છે, એનાથી પણ વધુ રોમાંચક અનુભવ અમને ગુડવાન્ગેનથી વોસ જતાં બસમાં થયો. એક જગ્યાએ ચઢાણ ચઢ્યા બાદ ઢળાણ આવે ત્યાં અમારા ડ્રાઇવરે અચાનક બસને ઊભી રાખી અને અમારો શ્વાસ અધ્ધર થઈ ગયો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK