Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > જ્ઞાની માણસ વાતો કરે અને ડાહ્યો એનો અમલ

જ્ઞાની માણસ વાતો કરે અને ડાહ્યો એનો અમલ

02 July, 2017 09:58 AM IST |

જ્ઞાની માણસ વાતો કરે અને ડાહ્યો એનો અમલ

જ્ઞાની માણસ વાતો કરે અને ડાહ્યો એનો અમલ



મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા



હકીકતમાં એ બન્ને બહુ જુદી બાબતો છે. જ્ઞાન એ માહિતી અને હકીકતોનું એકત્રીકરણ છે અને ડહાપણ એ એકત્ર થયેલી માહિતીનો ઉપયોગ કરીને જે-તે ચીજ વિશેની ઊંડાણભરી સમજ છે. જ્ઞાન બહુ સરળતાથી સૌકોઈ મેળવી શકે છે, પણ ડહાપણ મેળવવું અઘરું છે. કેમ કે જ્ઞાનની જેમ ડહાપણ ક્લાસરૂમમાં શીખી શકાતું નથી. એ તો આપણને સમય અને જીવનના પાઠ જ શીખવે છે. જરા ઉદાહરણ આપું. જ્ઞાન એટલે તમે જાણો છો કે ટમેટાં એ ફળ છે અને ડહાપણ એ છે કે એ ફળ હોવા છતાં તમે એને ફ્રૂટ સૅલડમાં ન નાખી શકો.



જ્યારે પણ તમે જરૂરી જ્ઞાન મેળવો છો ત્યારે પ્રયત્ન કરો કે એ જ્ઞાનને તમે તમારા જીવનમાં વણી લઈ શકો. જ્ઞાનને બંધિયાર જગ્યામાં સ્થિર રાખવા કરતાં એને જીવનમાં ઉતારીને એનો અનુભવ લેવાની કોશિશ કરવી જરૂરી છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને શીખવી શકાય કે બીજાઓ પ્રત્યે દયાળુ કેવી રીતે રહેવું, પરંતુ જ્યાં સુધી તે વ્યક્તિ પોતે ફીલ ન કરે કે બીજાઓ તરફ દયાળુ રહેવાથી શું થાય છે ત્યાં સુધી તે સાચા અર્થમાં દયાનો ઊંડો મતલબ નથી સમજતો.


થોડાં વષોર્ પહેલાં મારી કાર સ્ટાર્ટ થવામાં પ્રૉબ્લેમ થતો હોવાથી એને ઑટોમોબાઇલ મેકૅનિકની વર્કશૉપમાં લઈ ગયેલો. ત્યાં પહોંચીને પહેલાં હું વર્કશૉપના માલિક અને તેના દીકરાને મળ્યો. દીકરાએ જસ્ટ થોડા સમય પહેલાં જ હાયર એજ્યુકેશન પૂરું કરેલું. પિતા-પુત્રએ મારી કારમાં શું સમસ્યા છે એ જોવાનું શરૂ કર્યું. દીકરાએ ખૂબ બારીકાઈથી કાર તપાસીને એ વિશે ડિસ્કશન શરૂ કરતાં ફૉલ્ટી સ્પાર્ક-પ્લગ, અવાજ કરતા બેલ્ટ્સ અને ઑલ્ટરનેટર વિશે વાત શરૂ કરી. જોકે તે હજી કોઈ કન્ક્લુઝન પર નહોતો આવ્યો કે હકીકતમાં પ્રૉબ્લેમ શું છે. બીજી તરફ પિતાએ પોતાની ટૂલ-કિટ કાઢી. દીકરાએ મને ઑફિસમાં લઈ જઈને કેટલો ખર્ચો થશે એ વિશે ચર્ચા કરી અને ત્રણ દિવસમાં કાર લઈ જવાનું કહ્યું. જોકે હું જેવો ઑફિસમાંથી બહાર આવ્યો કે તરત તેના પિતાએ મને કારની ચાવી હાથમાં આપતાં કહ્યું, તમારી કાર તૈયાર છે. દીકરો ત્યાં અવાક્ થઈને ઊભો હતો. હું ગાડી લઈને ઘરે આવ્યો અને એ પછી મારી ગાડી સરસમજાની ચાલે છે. એ દિવસે મને જ્ઞાન અને ડહાપણ વચ્ચેનો ભેદ સમજાયો. બન્ને પાસે જ્ઞાન હતું, પણ માત્ર પિતા પાસે જ ડહાપણ હતું.

કોઈક પોતાની ક્ષમતા કરતાં બિનજરૂરી વધુ ખર્ચા કરીને દેવામાં ડૂબી જાય છે, પણ જો તે ડાહ્યો હોય તો તેની સાથે જીવનમાં આવું એક જ વાર થાય. કેમ કે તે પોતાની ભૂલમાંથી શીખશે અને ભવિષ્યમાં તે પૈસા વેડફવાને બદલે બચત કરશે. કોઈક શાણો માણસ તો આવી પરિસ્થિતિમાં પડવાને બદલે બીજાના અનુભવો પરથી સમજી જાય અને તરત જ પોતાનું નાણાકીય આયોજન કઈ રીતે કરવું એ વિશેની માહિતી એટલે કે જ્ઞાન એકત્ર કરવાનું પસંદ કરે.

ઇન્ફર્મેશન એટલે દરદીની હિસ્ટરી. જેમ કે દરદીનું બ્લડ-પ્રેશર સામાન્ય રીતે નીચું રહે છે એ માહિતી થઈ. ઇન્ફર્મેશન એ પણ બતાવે છે કે ૨૦૦૮-’૦૯માં ફાઇનૅન્શિયલ પ્લાનર્સના ક્લાયન્ટ્સે સ્ટૉક માર્કેટની તરલતા જોઈને શું પ્રતિભાવ આપેલા. શું ક્લાયન્ટ પૅનિક થયેલા કે લાંબા ગાળાના ધ્યેય પર ફોકસ રાખેલું? તેમની ઍડ્જસ્ટ કરેલી ગ્રોસ ઇન્કમ શું હતી? જ્ઞાન એનાથી વધુ ઊંડાણમાં તમને લઈ જાય છે. એક ફિઝિશ્યનને ખબર હોય છે કે નૉર્મલ બ્લડ-પ્રેશરની રેન્જ શું હોવી જોઈએ. એ જ રીતે ફાઇનૅન્શિયલ પ્લાનરને તેના ક્લાયન્ટની ખર્ચની પૅટર્નની હિસ્ટરી ખબર હોય છે. જ્ઞાન એટલે કે નૉલેજ એવી બાબત છે જે તમે તમારા ક્ષેત્રની ઘણીબધી માહિતીઓ એકત્ર કરીને એ ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરી છે.

વિઝડમ એટલે કે ડહાપણ બધી જ માહિતીને એકસાથે મૂકે છે. જે દરદીની પલ્સ અને બ્લડ-પ્રેશર લો હોય અને છતાં તે હેલ્ધી જણાતો હોય તો અને એટલા જ લો રિઝલ્ટમાં ફિક્કો પડી ગયેલો અને પરસેવે રેબઝેબ હોય એ દરદી વચ્ચે ફરક છે.

ફાઇનૅન્શિયલ પ્લાનિંગની દૃષ્ટિએ રિટાયરમેન્ટ માટે પૂરતું સેવિંગ કરી ચૂક્યો હોય એવી વ્યક્તિને મોંઘાદાટ ફૅમિલી વેકેશન પર જવું હોય એ અને જેની પાસે ખૂબ પાંખી બચત છે એ બન્ને વચ્ચે પણ ફરક છે.

બીજું, તમે કેટલું ખર્ચો છો એ એ મહત્વનું નથી પણ તમે ભૂતકાળમાં, હાલમાં અને ફ્યુચરમાં કેટલી બચત કરી રહ્યા છો એ વધુ મહત્વનું છે. ક્લાયન્ટ તેમના જ પરિશ્રમનાં ફળ એન્જૉય કરી શકે અને પાછલી જિંદગીમાં તેમણે ગરીબી ન જોવી પડે એવી મદદ કરવામાં ડહાપણ છે.

ડહાપણ હજી વધુ એક-બે ડગલાં આગળ વધે છે. જેમ દરદી સમજી શકે એવી ભાષામાં વાત કરવી એ કળા છે એમ ક્લાયન્ટ થોડી જ મિનિટોની વાતચીતમાં ફાઇનૅન્શિયલ સફળતાનો તાગ પામી શકે એ પણ જરૂરી છે. જોખમ ઉઠાવી શકે એવા પરિવારને તેમને ફિટ થાય એવો ઇન્વેસ્ટમેન્ટ-પ્રોફાઇલ બનાવી આપવાની ક્ષમતા વિઝડમ છે.

તમે કોની પાસેથી સલાહ લેવાનું પસંદ કરશો? સેલ્સમૅન કે એક્સપર્ટ પાસેથી? સેલ્સમૅન વાતો કરશે અને એક્સપર્ટ ત્વરિત પગલાં લેશે.

શું તમારી પાસે કોઈ એવો એક્સપર્ટ છે જે તમને તમારી ફાઇનૅન્શિયલ લાઇફમાં આવી હેલ્પ કરે? કે પછી તમે તમારાં નાણાંનું મૅનેજમેન્ટ કોઈ પ્રૉપર ડેટા, જ્ઞાન કે ડહાપણ વિના જ મૅનેજ કરો છો?

ફાઇનૅન્શિયલ બાબતોમાં ડહાપણ મેળવવાથી તમારી લાઇફમાં એક્સ્ટ્રા ઑર્ડિનરી ફરક પડશે.

ફિલસૂફી કહે છે - જ્ઞાનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાથી ડહાપણ આવે છે. જો બધા પાસે એકસરખું જ્ઞાન હોય તો ડાહ્યો માણસ એ છે જે એનો અમલ કરીને પોતાને જે મેળવવું છે એ વધુ હાડમારી કર્યા વિના મેળવી લે છે. બીજી ભાષામાં કહીએ તો આપણને જ્ઞાનનો ઉપયોગ કરીને ઓછા ખર્ચ અને ઓછા પ્રયત્ને ધાર્યા પરિણામો મેળવવામાં મદદ કરે એ છે ડહાપણ.

તમે પોતે કેટલું જાણો છો એ વિશેની વાતો કરવામાં નહીં, પણ બીજા લોકો શું કહે છે એ સાંભળીને એ મુજબ કરવામાં ડહાપણ છે. તમારી પાસે જેટલું પણ જ્ઞાન છે એનો ઉપયોગ કરવો એ શાણપણ છે. શાણપણ તમને અંદરથી સમૃદ્ધ કરે છે અને જ્ઞાનનો અમલ કરવા પ્રેરે છે. ફાઇનૅન્શિયલ માર્કેટ કે જીવનની વાત કરીએ તો તમે બધું જ જાણતા હો એવું શક્ય નથી. એટલે તમારું જ્ઞાન વહેંચતાં પહેલાં યાદ રાખો કે તમે એ જ્ઞાન શા માટે મેળવેલું.

જો તમે જાતે નિર્ણય લેવામાં અસમર્થ હો તો સમજો કે કાં તો તમારી પાસે ડહાપણ ઓછું છે અથવા જ્ઞાન અને શાણપણ બન્ને ઓછાં છે.

(લેખક ઘ્ખ્, ઘ્જ્ભ્ અને જ્ય્પ્ છે)
Whatsapp-channel Whatsapp-channel

02 July, 2017 09:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK