સુમનનગર ફ્લાયઓવર ખુલ્લો મૂકવાની ફાઇનલ તારીખ તો હજી નક્કી જ નથી થઈ

Published: 28th September, 2011 17:04 IST

એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)એ પહેલાં ચેમ્બુર પાસે બાંધવામાં આવી રહેલા સુમનનગર ફ્લાયઓવરનું ઓપનિંગ ઑક્ટોબરમાં કરવાની જાહેરાત કરી હતી. જોકે હવે ફેરવી તોળતાં વિભાગ કહે છે કે હજી સુધી એને ખુલ્લો મૂકવાની કોઈ ફાઇનલ તારીખ નક્કી નથી થઈ.

 

વર્ક ઇન પ્રોગ્રેસ : ચેમ્બુર પાસે બંધાઈ રહેલો સુમનનગર ફ્લાયઓવર. તસવીર : શાદાબ ખાન

 

એમએમઆરડીએએ પહેલાં ઑક્ટોબર મહિનામાં ઓપનિંગની જાહેરાત કરી હતી

ગયા અઠવાડિયે પત્રકારો સાથે વાત કરતાં એમએમઆરડીએના કમિશનર રાહુલ અસ્થાનાએ કહ્યું હતું કે ‘સુમનનગર ફ્લાયઓવરનું કામ પૂરું થઈ જવાની તૈયારીમાં છે, પણ અમે હજી ફાઇનલ તારીખ નક્કી નથી કરી. જોકે હું ખાતરી આપું છું કે લોકો માટે યોગ્ય સમયે એને ખુલ્લો મૂકવામાં આવશે.’

આ મુદ્દે વાત કરતાં એમએમઆરડીએ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘એમએમઆરડીએ આ ફ્લાયઓવરને ઉતાવળમાં ખુલ્લો નથી મૂકવા માગતી. લાલબાગ ફ્લાયઓવર અને બરફીવાલા ફ્લાયઓવરને ઉતાવળમાં ખુલ્લો મૂકી દેવામાં આવ્યા બાદ એક જ અઠવાડિયામાં એમાં ગાબડાં પડી જતાં એમએમઆરડીએને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત ઘણા લોકોની ટીકાનો ભોગ બનવું પડ્યું હતું. આ કારણસર હવે સુમનનગર ફ્લાયઓવરનું ઓપનિંગ સમજી-વિચારીને યોગ્ય સમયે જ કરવામાં આવશે.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK