સ્ટન્ટમૅને શરીરને આગમાં લપેટીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

Published: Aug 14, 2020, 10:59 IST | Mumbai correspondent | Mumbai Desk

રિકી એશ નામના સ્ટન્ટમૅને તેની ગર્લફ્રેન્ડ સમક્ષ લગ્નની દરખાસ્ત જે રીતે મૂકી હતી એવું કરવાનું સાહસ કદાચ કોઈનામાં નથી.

રિકી એશ નામના સ્ટન્ટમૅને તેની ગર્લફ્રેન્ડ સમક્ષ લગ્નની દરખાસ્ત જે રીતે મૂકી હતી એવું કરવાનું સાહસ કદાચ કોઈનામાં નથી.
રિકી એશ નામના સ્ટન્ટમૅને તેની ગર્લફ્રેન્ડ સમક્ષ લગ્નની દરખાસ્ત જે રીતે મૂકી હતી એવું કરવાનું સાહસ કદાચ કોઈનામાં નથી.

પ્રેમમાં પડેલાં યુગલો અવનવી રીતે લગ્નની દરખાસ્ત તેમના ભાવિ જીવનસાથી સમક્ષ મૂકવા માગતા હોય છે, જેથી એ આજીવન યાદ રહી જાય. જોકે રિકી એશ નામના સ્ટન્ટમૅને તેની ગર્લફ્રેન્ડ સમક્ષ લગ્નની દરખાસ્ત જે રીતે મૂકી હતી એવું કરવાનું સાહસ કદાચ કોઈનામાં નથી.
રિકીએ જ્યારે તેની ગર્લફ્રેન્ડ કૅટરિના ડૉબ્સન સમક્ષ લગ્નની દરખાસ્ત મૂકી ત્યારે વાસ્તવમાં તેના પગ અને પીઠના ભાગમાં આગ લગાડી હતી.
બાવન વર્ષનો રિકી અને કૅટરિના ઑનલાઇન મળ્યાં હતાં. તેમની મિત્રતા ગાઢ બન્યા પછી માર્ચ મહિનામાં બન્ને પહેલી વાર ડેટ પર મળ્યાં હતાં. જોકે એ પછી કોરોનાને કારણે બ્રિટનમાં લૉકડાઉન થરૂ થઈ ગયું અને તેમનું મળવાનું અઘરું થઈ પડ્યું.
કૅટરિના કોરોના વાઇરસની હેલ્થ વર્કર તરીકે સેવા પ્રદાન કરતી નર્સ છે અને રિકી એક સ્ટન્ટમૅન છે. રિકી કોઈ ફોટોશૂટ માટે આગ લગાવવાનો હતો એની જાણ કૅટરિનાને હતી. તે હૉસ્પિટલથી સીધી નર્સના યુનિફૉર્મમાં જ એ ફોટોશૂટ જોવા પહોંચી ગઈ. તેને એ ખબર નહોતી કે આ ફોટોશૂટ કોઈ બીજા કામ માટેનું નહીં, પણ તેને પ્રપોઝ કરવા માટેનું જ હતું.
સ્ટન્ટના ભાગરૂપે રિકીના શરીરના નીચલા ભાગમાં આગ લગાવવામાં આવી અને તેણે પૅન્ટના પાછળના ખિસ્સામાં હાથ નાખીને કૅટરિનાને પ્રપોઝ કરવા વીંટી કાઢી અને ઘૂંટણિયે બેસી પડ્યો. એ જોઈને છક થઈ ગયેલી કૅટરિનાએ તરત જ બૉયફ્રેન્ડની દરખાસ્તને સ્વીકારી લીધી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK