ગાંધીનગર : ‘હાર્દિક ગો બેક’ ના વિદ્યાર્થીઓએ લગાવ્યા નારા

Published: Dec 05, 2019, 16:34 IST | Gandhinagar

બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ સાથે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે. પરીક્ષાર્થીઓને વિવિધ રાજકીય નેતાઓ મળવા પહોંચ્યાં હતાં. જેમાં કોંર્ગેસના યુવા નેતા હાર્દિક પટેલ અને અમિત ચાવડા ગયા હતા.

હાર્દિક પટેલ
હાર્દિક પટેલ

બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ સાથે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે. પરીક્ષાર્થીઓને વિવિધ રાજકીય નેતાઓ મળવા પહોંચ્યાં હતાં. જેમાં કોંર્ગેસના યુવા નેતા હાર્દિક પટેલ અને અમિત ચાવડા ગયા હતા. જો કે, આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓએ હાર્દિક પટેલનો હુરિયો બોલાવતા "હાર્દિક ગો બેક"ના નારા લગાવ્યા હતા.

પરીક્ષાર્થીઓએ હાર્દીક પટેલનો હુરિયો બોલાવ્યો
હાર્દિક પટેલે કહ્યું કે, હું કોઇ રાજકીય પાર્ટી તરફથી નહીં પરંતુ અંગત રીતે મળવા આવ્યો છું, પરંતુ આંદોલનકારીઓ વાત માનવા તૈયાર ન હોતા. પરીક્ષાર્થીઓના આંદોલનમાં હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ જોડાયા છે. પરીક્ષાર્થીઓને સમર્થન કરવા તેઓ ગાંધીનગર પહોંચ્યા હતાં. આમ, ગઈકાલે આખો દિવસ કોઈ મોટા રાજકીય નેતા ફરક્યા નહોતા, પરંતુ બીજા દિવસે આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓના સમર્થનમાં અગ્રણીઓ આવી પહોંચ્યાં હતાં.

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને આંદોલન ઉગ્ર બનતા 24 કલાક બાદ સરકારે મંત્રણાઓ શરૂ કરી છે. આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ કલેક્ટરે પરીક્ષાર્થીઓના બે પ્રતિનિધિ યુવરાજ સિંહ અને હાર્દિક પ્રજાપતિ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટરે પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પાંચ માગને સ્વીકારી છે અને ગેરરીતિની ઉંડાણપુર્વક તપાસ કરવા SITની રચના કરવાની કલેક્ટરે ખાતરી આપી હતી.


પરીક્ષાર્થીઓએ SIT ની રચનાને લોલીપોપ ગણાવી
પરીક્ષાર્થીઓએ પરીક્ષા રદ્દ કરવાની અને SIT ની રચનાની ઉગ્ર માંગ કરી હતી. જેને પગલે સરકારે SIT ની રચના કરવાનો આદેશ આપ્યો હતો. પણ પરીક્ષાર્થીઓએ SIT ની રચનાને લોલીપોપ ગણાવી હતી. આંદોલનકારીઓએ કહ્યું કે, હજુ પણ ગાંધીનગરનો રસ્તો છોડવા તૈયાર નથી. જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ કરવાની ખાતરી અથવા જાહેરાત નહીં કરે ત્યાં સુધી આંદોલનકારીઓ ગાંધીનગર નહીં છોડે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે આંદોલન કરી રહેલા બિન સચિવાલયની પરીક્ષાના ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. જ્યાં બાપુએ કહ્યું કે, હું તમારી સાથે છું, તમારી લડતમાં ભાગીદાર છું. સરકારે આંદોલનકારીઓની વાતને સાંભળવી જોઇએ. આજે હું ગર્વનરને ફોન કરીશ અને રજૂઆત કરીશ કે જો થઇ શકે તો આ પરીક્ષાને રદ કરવામાં આવે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

મોડી રાત્રે ઉમેદવારોએ લીધી પ્રતિજ્ઞા
એક ઉમેદવારે મોડી રાત્રે આંદોલનકારીઓને પ્રતિજ્ઞા લેવડાવતા કહ્યું કે, અન્યાય સામે લડવાની પ્રતિજ્ઞા લઈશું તૈયાર? જવાબ મળ્યો તૈયાર, હવે સહન નહીં કરીએ તૈયાર? જવાબ આવ્યો તૈયાર. ગત રોજ આંદોલનકારીઓ મોડી રાત રસ્તા અને બાંકડા પર ઉંઘી ગયા હતા. જ્યાં કલેક્ટર, ડીએસપી અને રેન્જ આઈજી સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આંદોલનને પગલે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યા, ડીએસપી મયુર ચાવડા અને રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK