કૉલેજિયનો ક્લાસમાં પરીક્ષા આપે અને બહારથી બૅગો ચોરાઈ જાય

Published: 29th November, 2014 04:57 IST

મલાડથી બોરીવલીની કૉલેજોમાં આવા કેટલાય બનાવ નોંધાયા

સ્ટુડન્ટ્સ પરીક્ષાનું પેપર લખતા હોય ત્યારે તેમની બૅગ્સ ચોરાવાની ઘટનાઓ મલાડની ફ્ન્ કૉલેજમાં પખવાડિયામાં બે વખત બન્યા પછી એવી ફરિયાદો કાંદિવલી, બોરીવલી અને ગોરેગામનાં પોલીસ-સ્ટેશનોમાં પણ નોંધાઈ છે. મલાડની કૉલેજમાં એક ચોરનો ચહેરો CCTV કૅમેરામાં ઝડપાયો છે. એક જ પ્રકારે અનેક ઠેકાણે ચોરી માટે વેસ્ટર્ન સબબ્ર્સમાં ચોક્કસ ગૅન્ગ કાર્યરત હોવાની પોલીસની ધારણા છે. છેલ્લે મલાડ પશ્ચિમની સરાફ કૉલેજ ખાતે TYBcom સ્ટુડન્ટ ઝુબેર ખાનની બૅગ ચોરાઈ હતી. પરીક્ષા ચાલતી હોવાને કારણે કોઈ પણ કૉલેજના નામે બનાવટી આઇડેન્ટિટી કાર્ડને આધારે ચોરો અંદર ઘૂસતા હોવાનું જોવા મળ્યું છે.


સ્ટુડન્ટ્સને પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોન, બૅગ કે બીજી કોઈ પણ ચીજ લઈ જવા પર પ્રતિબંધ હોવાને કારણે તેમણે પોતાની બૅગ અને બીજી ચીજો બહાર મૂકીને ક્લાસરૂમમાં જવું પડે છે. મોબાઇલ ફોન અને બીજી કીમતી ચીજો સ્ટુડન્ટ્સ તેમની બૅગમાં રાખીને એ બૅગ ક્લાસરૂમની બહાર રાખતા હોવાને કારણે આવી ચોરીઓ થાય છે. મલાડની કૉલેજમાં બે શંકાસ્પદ યુવાનો અંદર જતાં CCTV કૅમેરામાં ઝડપાયા છે. એમાંથી એકનો ચહેરો સ્પષ્ટ છે.
મલાડની કૉલેજમાં ૧૧ નવેમ્બરના બનાવ પૂર્વે પણ આવા કેટલાક બનાવો બન્યા હોવાનું જણાવતાં પોલીસનાં સૂત્રોએ ઉમેર્યું હતું કે બોરીવલીની MK કૉલેજમાં આ રીતે એકસાથે સાત બૅગ્સ ચોરાઈ હતી. આ કામ એક જ ગૅન્ગનું હોવાની શંકાને આધારે તપાસ ચાલતી હોવાનું પણ એ સૂત્રોએ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK