બસની છત પર મસ્તી કરી રહેલા ડઝનબંધ યુવકો અચાનક બ્રેક વાગતાં ગબડી પડ્યા
યુવકો અચાનક બ્રેક વાગતાં ગબડી પડ્યા
યુવાનો જ્યારે મસ્તીએ ચડે છે ત્યારે તેમને ખબર નથી રહેતી કે ક્યારેક અકસ્માત થતાં હસવામાંથી ખસવું પણ થઈ શકે છે. આવી જ ચેન્નઈમાં બનેલી એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. સોમવારે બપોરે કેટલાક કૉલેજના સ્ટુડન્ટ્સ બસની છત પર ચડીને મસ્તી કરી રહ્યા હતા. બસ રોડ પર સારીએવી સ્પીડમાં જઈ રહી હતી.
ઉનાળાની રજા પછી જસ્ટ કૉલેજની શરૂઆત થઈ હોવાથી વિદ્યાર્થીઓ મસ્તી કરવા માટે છત પર ચડી ગયેલા અને ઊભાં-ઊભાં ગીતો અને ડાન્સની મોજ માણી રહ્યા હતા અને એ જ વખતે બસની આગળ જતી બાઇકે અચાનક બ્રેક લગાવતાં એને બચાવવા બસના ડ્રાઇવરે જોરથી બ્રેક મારી. આ ઘટનાથી બેખબર યુવાનો ઘડીના છઠ્ઠા ભાગમાં છત પરથી ગબડીને રસ્તા પર પડ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચો: વફાદાર ડૉગીએ બાળકીને ડૂબતી બચાવી લીધી
ગનીમત એ રહી કે આજુબાજુમાં બીજાં કોઈ વાહનો નહોતાં જેને લીધે નીચે પડેલા યુવાનોને વધુ ઈજા ન થઈ. કેટલાકને માઇનર ઈજા થઈ તો કેટલાકનાં હાડકાં ભાંગ્યાં. આટલું ઓછું હોય એમ પોલીસે ૨૪ વિદ્યાર્થીઓની અટક કરી હતી.