Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રિન્સીપાલ પર છેડતીનો આરોપ,પત્નીએ ચખાડ્યો મેથીપાક

પ્રિન્સીપાલ પર છેડતીનો આરોપ,પત્નીએ ચખાડ્યો મેથીપાક

13 October, 2014 09:17 AM IST |

પ્રિન્સીપાલ પર છેડતીનો આરોપ,પત્નીએ ચખાડ્યો મેથીપાક

પ્રિન્સીપાલ પર છેડતીનો આરોપ,પત્નીએ ચખાડ્યો મેથીપાક



principal


મુઝફ્ફરનગર,તા.13 ઓકટોબર


 આ ઘટનાની જાણ થતા જ રોષે ભરાયેલા વિર્ધાર્થીનીના પરિવારે શાળાએ પહોંચી પ્રિન્સીપાલને બરાબરનો મેથીપાક આપ્યો હતો.આ મામલો જ્યારે પોલીસ સ્ટેશન પહોચ્યો કે આરોપીની પત્ની પણ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ સ્ટેશનમાં જ પતિને ધીબેડી નાંખ્યો.

કોટવાલી સ્ટેશન વિસ્તારના સર્રાફા બજાર સ્થિત દિવ્ય જ્યોતિ પબ્લિક સ્કૂલમાં સ્થાનીક કિશોરી કે જે નવમા ધોરણની વિર્ધાર્થીની છે. આરોપ એવો છે કે રવિવારે પ્રિન્સીપાલ ઈંદ્રસેને તેને ફોર્મ ભરવાના બહાને સ્કૂલમાં બોલાવી હતી. ત્યારબાદ પોતાના કાર્યાલયમાં તેને બોલાવી તેની સાથે છેડછાડ કરી હતી.વિર્ધાથીનીએ પ્રિન્સીપાલનો વિરોધ કર્યો તો તેમણે તેને ફેલ કરવાની ધમકી આપી.પછી તે વિર્ધાર્થીની ત્યાં દોઢ કલાક સુધી રહી.વિર્ધાર્થીનીએ ઘરે પહોંચીને તેના પરિવારને આ ઘટના અંગે જાણ કરી.

વિર્ધાર્થીનીના પિતા મોડી રાત્રે ઘરે આવ્.ા ત્યારે તેમને આ વાતની પરિવારજનોએ વાત કરી.સોમવારે સવારે પરિવારજનો શાળાએ પહોંચ્યા અને તેમણે ત્યાં હોબાળો મચાવ્યો અને પ્રિન્સીપાલને બરાબરનો માર માર્યો.આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે ધસી આવી અને પ્રિન્સીપાલની ધરપકડ કરી.સાથે સાથે વિર્ધાર્થીનીના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા.લોકોએ પ્રિન્સીપાલ વિરૂધ્ધ ક્ડક કાર્યવાહીની પણ માંગણી કરી.આ ઘટનાની જાણ આરોપીની પત્નીને થતા તે પણ પોલીસ સ્ટેશન પહોંચી અને પતિ પોલીસની સામે જ ધીબેડી નાંખ્યો.એસએસઆઈ પ્રમોદ પવારે જણાવ્યુ હતુ કે ફરિયાદ મળી છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.પ્રિન્સીપાલની આ હકતથી લોકોમાં ભારે રોષ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2014 09:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK