સ્કૂલ-સ્ટુડન્ટની બૅગ પહોંચી ગઈ લંડનથી હૉન્ગકૉન્ગ

Published: May 02, 2013, 05:26 IST

ગુજરાતીઓ જ્યારે વિદેશયાત્રા કરતા હોય છે ત્યારે તેમની બૅગ પર વિવિધ રંગની રિબનો લગાવી રાખે છે, કારણ કે ઍરપોર્ટ પર એકસરખી દેખાતી બૅગોમાં તેમની બૅગ અલગ તરી આવે.


આ વાતની જાણ બ્રિટનના સ્ટેફર્ડશૉના લિચફીલ્ડમાં રહેતી ૧૬ વર્ષની સ્કૂલ-સ્ટુડન્ટ લ્યુસી રૉલીને જો હોત તો તેની બૅગ છેક લંડનથી ૯૬૫૬ કિલોમીટર દૂર હૉન્ગકૉન્ગ પહોંચી ગઈ ન હોત. એક બસમાંથી ગુમ થયેલી તેની બૅગ ૧૨ દિવસે તેને પાછી મળી હતી. કેન્ટ વિસ્તારમાં ડોવરમાં આવેલી તેની સ્કૂલમાંથી લ્યુસી ઘરે જઈ રહી હતી ત્યારે તે પોતાની બૅગને બદલે બીજા કોઈની બૅગ લઈને ઊતરી ગઈ હતી. જ્યારે ઘરે જઈને જોયું તો એમાં બીજા પૅસેન્જરનાં કપડાં હતાં. લ્યુસી હેરાન-પરેશાન થઈ ગઈ, કારણ કે તે જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને તેની તમામ નોટ્સ એ બૅગમાં જ હતી. તેણે તરત જ બસ-સર્વિસને ફોન જોડ્યો હતો, પણ તેની બૅગ બસમાંથી બીજા પૅસેન્જરે ઉપાડી લીધી હતી અને તે હીથ્રો ઍરપોર્ટ સ્ટૉપ પર ઊતરીને છેક હૉન્ગકૉન્ગ જતા વિમાનમાં બેસી ગયો હતો. જોકે આ મિસ્ટેકની જાણ થયા બાદ બસ-સર્વિસે તરત જ લ્યુસીને તેની બૅગ પાછી મેળવી આપવા માટે પ્રયાસ કર્યા હતા અને આ બૅગ મગાવી આપી હતી. આમ એક નાનકડી મિસ્ટેકને કારણે તેની બૅગ ૧૯,૩૧૨ કિલોમીટરનો પ્રવાસ કરીને આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK