બ્લૅક મનીના બધા જ પૈસા પાછા લાવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્ટ્રૉન્ગ કરો

Published: 1st November, 2014 07:07 IST

આ કામ આપણા દેશમાં ભલે આજ સુધી ન થયું કે આગળની કોઈ સરકારે ન કર્યું,


 (સ્પેશ્યલ કમેન્ટ- ટીકુ તલસાણિયા ટીવી-સિરિયલો અને ફિલ્મોના ઍક્ટર)

પણ મને વિશ્વાસ હતો કે એ પૈસા પાછા લાવવાનું કામ નરેન્દ્ર મોદી ચોક્કસ કરશે. આ કામ કરવું એ કંઈ નાનીસૂની વાત નથી. આ કામ તે જ વ્યક્તિ કરી શકે જે પોતે સાફ અને સ્વચ્છ હોય. બ્લૅક મનીને ફૉરેન બૅન્કમાંથી પાછાં લાવવાનું કામ નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું એ જ દેખાડે છે કે તે માણસની પાત્રતા એકદમ સ્વચ્છ છે.


બ્લૅક મનીમાંથી મોટા ભાગના પૈસા જૂના પ્રધાનોના અને સરકારી બ્યુરોક્રેટ્સના જ હશે. ઇન્ડસ્ટ્રિયલિસ્ટના હશે તો પણ એ રકમ પેલા લોકો કરતાં બહુ નાની હશે એવું હું માનું છું. મારું માનવું છે કે જો બ્લૅક મનીના પૈસા પાછા આવે તો એનો ઉપયોગ દેશના ઇન્ફ્સ્ટ્રાક્ચરને સ્ટ્રૉન્ગ કરવા માટે કરવો જોઈએ.દેશના પાંચ-પંદર રસ્તાઓ જોઈને આપણે ખુશ થઈએ છીએ, પણ હકીકત એ છે કે દેશના દરેક ખૂણે એવી જ સુવિધા હોવી જોઈએ જેવી અમુક વિસ્તારોમાં છે. આજે આપણે મુંબઈથી દિલ્હી બાય રોડ જવાનું વિચારી નથી શકતા, પણ અમેરિકામાં એવું નથી. એ લોકો તો એક જ મિનિટમાં બાઇક લઈને હજાર કિલોમીટરની જર્ની કરવા માટે નીકળી જાય છે.

આ ફૅસિલિટી આપણા દેશમાં પણ શક્ય હતી જ, પરંતુ પ્રધાનો અને અધિકારીઓએ વચ્ચે પૈસા ખાઈને એ સુવિધાથી આપણને વંચિત રાખ્યા છે. બ્રિજ બનતો હતો એ જગ્યાએ મટીરિયલ ખરાબ વાપર્યું અને રસ્તા પર જે મટીરિયલથી કામ કરવાનું હતું એને બદલે નબળું મટીરિયલ વાપરીને આપણો હક છીનવી લીધો. નાના માણસો તરીકે આપણે ટૅક્સ ભર્યો; પણ ડેવલપર, કૉન્ટ્રૅક્ટર, મિનિસ્ટ્રી અને ઑફિસર સૌએ એક થઈને બ્લૅક મની ભેગાં કરવાનું કામ કર્યું. આ જ કારણે મને લાગે છે કે બ્લૅક મનીનો દરેક પૈસો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ ખર્ચાવો જોઈએ.બ્લૅક મનીની બાબતમાં મારે એક બીજી વાત પણ કહેવી છે.


જે સરકાર અત્યારે બ્લૅક મની પાછાં લાવવાનું કામ કરી રહી છે એ જ સરકાર ઍટ લીસ્ટ એવો પ્રયાસ પણ કરે જેથી હવે બ્લૅક મનીનું જનરેશન ઓછું થાય. સ્ટૅટેસ્ટિક્સ અને ઇકૉનૉમી વિશે વધુ વાત નહીં કરું, પણ એટલું ચોક્કસ કહીશ કે બ્લૅક મની લાંચમાંથી જનરેટ થતાં હોય છે. કૉર્પોરેશન અને મિનિસ્ટ્રીના અધિકારીઓ જે લાંચરુશત લઈ રહ્યા છે એ બંધ થાય, પ્રધાનો જે રીતે કામ કરી આપવા માટે ખાયકી કરે છે એ બંધ થાય તો કોઈ પૈસો બ્લૅક નહીં રહે અને ભવિષ્યની કોઈ અન્ય સરકારે બ્લૅક મની પાછાં લાવવા માટે હેરાન થવું નહીં પડે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK