Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લો બોલો, આ બહેન પોતાની બ્રીફકેસને પરણ્યાં

લો બોલો, આ બહેન પોતાની બ્રીફકેસને પરણ્યાં

16 December, 2020 08:30 AM IST | Russia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લો બોલો, આ બહેન પોતાની બ્રીફકેસને પરણ્યાં

લો બોલો, આ બહેન પોતાની બ્રીફકેસને પરણ્યાં


કોઈ ખાસ ઑબ્જેક્ટ પ્રત્યે રોમૅન્ટિક અટ્રેક્શન ફીલ થવું એ એક પ્રકારની માનસિક અવસ્થા છે. ઑબ્જેક્ટોફિલિયા તરીકે ઓળખાતી આ સમસ્યા યંગસ્ટર્સમાં જ્યારે જોવા મળે છે ત્યારે તેઓ અળવીતરા અને શૉકિંગ કહેવાય એવા નિર્ણયો લે છે. રશિયામાં રહેતાં ૨૪ વર્ષનાં રેઇન ગૉર્ડન નામની યુવતીને તેની પાસેની બ્રીફકેસ પ્રત્યે જબરું આકર્ષણ છે. આ બ્રીફકેસને તે પોતાની મેન્ટર ગણાવે છે અને એનું નામ પાડ્યું છે ગિડેઓન. તાજેતરમાં બહેને સોશ્યલ મીડિયા પર જાહેર કર્યું છે કે તેણે પોતાની આ ગિડેઓન નામની બ્રીફકેસ સાથે લગ્ન કરી લીધાં છે. તેનું કહેવું છે કે તેમની આ રિલેશનશિપ પાંચ વર્ષ જૂની છે. ૨૦૧૫માં રેઇનબહેન આ બ્રીફકેસ એક સ્ટોરમાંથી ખરીદી લાવ્યા હતા. એ પછી તે એના પ્રેમમાં એવી પડી ગઈ કે તે મનોમન તેને પોતાનો જીવનસાથી માનવા લાગેલી.

અમુક તમુક ચીજ જોઈને એના પ્રત્યે આકર્ષાવાનું લક્ષણ રેઇનમાં આઠ વર્ષની ઉંમરે જોવા મળ્યું હતું. પહેલી વાર તે એક નજીકના શૉપિંગ સેન્ટરના પ્રેમમાં પડેલી, પણ બાળપણમાં આ વાત તેણે કોઈને કહી નહોતી. એ પછી ૨૦૧૭માં તેને એક પુરુષ સાથે પણ પ્રેમ થયેલો, પણ એ બહુ લાંબો ચાલ્યો નહીં. આ બ્રીફકેસ પ્રત્યેનું આકર્ષણ એટલું હતું કે તેણે બૉયફ્રેન્ડને છોડી દીધો અને લાંબા વિચાર બાદ હવે એ જ બ્રીફકેસની સાથે લગ્ન પણ કરી લીધાં.


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2020 08:30 AM IST | Russia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK