અજબ પ્રેમનું ગજબ ગાંડપણ...

Updated: Jul 17, 2020, 09:31 IST | Utsav Vaidya | Mumbai Desk

મહારાષ્ટ્રનો યુવાન પ્રેમિકાને મળવા કચ્છનું રણ ચાલીને પાકિસ્તાન પહોંચ્યો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

‘રેફ્યુજી’ ફિલ્મની જેમ પોતાની પ્રેમિકાને મળવા છેક મહારાષ્ટ્રથી પોતાની મોટરસાઇકલ લઈને એક યુવકે પૂર્વ કચ્છના રાપર તાબેના ખડીર પંથક નજીક આવેલા કચ્છના મોટા રણ થઈને પાકિસ્તાન પહોંચવાનો પ્રયાસ કર્યો છે.જોકે આ યુવકની મોટરસાઇકલ કચ્છના મોટા રણના દલદલમાં ફસાઈ જતાં આ યુવક રણના રસ્તે પગપાળા પાકિસ્તાન પહોંચી ચૂક્યો હોવાની બાતમીના આધારે સુરક્ષા-એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક પાકિસ્તાની યુવતીના સંપર્કમાં મહારાષ્ટ્રનો આ યુવાન આવ્યો હતો અને તેને મળવા પાકિસ્તાન જવાનું તેણે નક્કી કર્યું હતું. તે બાઇક પર નીકળ્યો હતો, પરંતુ મોટા રણમાં તેની બાઇક ફસાઈ જતાં તે પગપાળા પાકિસ્તાનની સીમમાં ઘૂસી ગયો હોવાની બાતમી ગુપ્તચર એજન્સીઓને મળી છે.પોલીસે આ સંદર્ભે તપાસ હાથ ધરી છે અને તેની શોધખોળ દરમ્યાન કાદવમાં ખૂંપી ગયેલી તેની બાઇક મળી આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK