નારાયણ રાણેએ કરી કારણ વગરની સળી : ગુજરાતીઓ વેપાર કરે, રાજકારણ નહીં

Published: 7th October, 2014 02:42 IST

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં હવે બરાબરની ચડસાચડસી જામી છે. કૉન્ગ્રેસના આક્રમક નેતા નારાયણ રાણેએ ગઈ કાલે ઔરંગાબાદના કરમાડમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને BJPના ચીફ અમિત શાહની સાથે ગુજરાતીઓને પણ સપાટામાં લીધા હતા.




નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘રામના નામે સત્તા મેળવનારી BJP ઢોંગી પાર્ટી છે. ખુદ નરેન્દ્ર મોદી ખોટું બોલે છે. ગુજરાત-મહારાષ્ટ્ર અલગ થયાં એમાં મુંબઈ ગુજરાતને ભાગે ન આવ્યું એનો બદલો લેવા નરેન્દ્ર મોદી હવે અહીંના ઉદ્યોગો ત્યાં લઈ જવા માગે છે. ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ ધરાવતા અમિત શાહ હવે એ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ છે. ગુજરાતીઓએ વેપાર કરવો જોઈએ, રાજકારણ નહીં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK