મુંબઈ મેટ્રોને સ્ટૉપ વર્ક નોટિસ

Published: 13th December, 2012 04:53 IST

ઍરપોર્ટ રોડ મેટ્રો સ્ટેશનના નિર્માણકાર્ય દરમ્યાન સ્લૅબ પડવાથી એક મજૂરના થયેલા મૃત્યુની ઘટનાના ત્રણ મહિના પછી સ્ટેટ લેબર ડિપાર્ટમેન્ટે મજૂરોની સલામતીના નિયમોના ઉલ્લંઘન બદલ સ્ટૉપ વર્કની નોટિસ આપતાં મેટ્રોનું કામ અટકાવવામાં આવ્યું છે.

મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે, જ્યારે અંધેરી-કુર્લા રોડનું કન્સ્ટ્રક્શનનું કામકાજ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. નોટિસમાં જણાવ્યા પ્રમાણે યોગ્ય ચેતવણી તેમ જ પૂરતો સમય આપ્યો હોવા છતાંય અકસ્માતની ઘટના પછી પણ કૉન્ટ્રૅક્ટરો સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે એટલે ગયા સપ્તાહે પ્રતિબંધાત્મક આદેશ આપવામાં આવ્યો હતો. આદેશમાં જણાવ્યા પ્રમાણે પાંચ ફૂટ કરતાં વધુ ઊંચાઈ હોય તો સેફ્ટી-બેલ્ટ ફરજિયાત છે, જ્યારે મરનાર ઉમેશ સાહુ ૧૨ મીટરની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. આમ મૅનેજમેન્ટ દ્વારા લાપરવાહી બતાવવામાં આવી હતી. નોટિસમાં વધુમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો સુરક્ષાનાં યોગ્ય પગલાં ભર્યા વગર કામ શરૂ થશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK