કદમ કદમ બઢાયે જા...

Published: Jan 19, 2020, 15:35 IST | Alpa Nirmal | Mumbai Desk

૧૯૫૦ની સાલથી દર ૨૬મીએ નીકળતી ગણતંત્ર દિવસની પરેડમાં શું થાય છે, ટેબ્લો સિલેક્શનની પ્રોસેસ કેવી હોય છે અને જો પરેડ જોવા જવું હોય તો શું કરી શકાય એ બધાની આજે વાત કરીએ

કેમલ મિલિટરી : ભારતની બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો દુલ્હનની જેમ શણગારેલાં ઊંટો પર માર્ચ પાસ્ટ કરે છે. આપણી આ રેજિમેન્ટની કૅમલ ફોર્સ દુનિયાની એકમાત્ર કૅમલ મિલિટરી છે. આ યુનિકનેસે ભારતને વધુ ભાતીગળ બનાવ્યો છે.

આ વખતે મહારાષ્ટ્ર, કેરળ, પશ્ચિમ બંગાળ અને બિહાર રાજ્યના ફ્લોટ્સ ૨૬ જાન્યુઆરીની પરેડમાં જોવા નહીં મળે. આની પાછળ કારણ શું? જ્યાં-જ્યાં બીજેપીની સરકાર નથી ત્યાંના ટેબ્લોને રિજેક્ટ કરવામાં આવ્યા છે એમ કહીને જે-તે રાજ્યના મુખ્ય પ્રધાનોએ એને રાજકીય રંગ આપવાની કોશિશ પણ કરી છે. હકીકત જે હોય એ, પણ ૧૯૫૦ની સાલથી દર ૨૬મીએ નીકળતી ગણતંત્ર દિવસની પરેડમાં શું થાય છે, ટેબ્લો સિલેક્શનની પ્રોસેસ કેવી હોય છે અને જો પરેડ જોવા જવું હોય તો શું કરી શકાય એ બધાની આજે વાત કરીએ

કેબલ ટીવીના આગમન પહેલાં દર ૨૬ જાન્યુઆરીએ દરેક ઘરે સવારે ૯ વાગ્યે ટીવી ચાલુ થઈ જતું અને ઘરના દરેક સભ્યો દૂરદર્શન પર આવતી લાઇવ પરેડ જોવા બેસી જતા. ત્રણ કલાક ટસના મસ નહોતા થતા, કારણ કે એ વખતે આપણા દેશના સૈન્યની તાકાત, વિવિધતા અને અન્ય વિશેષ માહિતી માત્ર આ કાર્યક્રમ દ્વારા જોવા મળતી. ખેર, ટેક્નૉલૉજી આગળ વધી. હવે અનેક માધ્યમો દ્વારા ઇન્ફર્મેશન મળી જાય છે એટલે રિપબ્લિક ડેની પરેડનું આકર્ષણ અને મહત્ત્વ ઘટતું જાય છે. જોકે થોડા વખત પહેલાં જ પશ્ચિમ બંગાળનાં મમતાદીદીએ તેમના રાજ્યનો ટેબ્લો જાણી કરીને અને ખાસ કારણસર સરકારે રિજેક્ટ કર્યો છે એવું નિવેદન આપ્યું અને ફરી એક વાર લોકોમાં પરેડ વિશે જાણવાની ઉત્કંઠા વધી છે. વેલ, એ સારું જ વાચકરાજા માટે પ્રસ્તુત છે ગણતંત્ર દિવસની પરેડની અવનવી વાતો અને ટેબ્લો-સિલેક્શન પ્રોસેસની અથથી ઇતિ.

૭૧મી પરેડ : ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી આ પરેડ નીકળવાની શરૂ થઈ. ૧૯૫૦, ૫૧, ૫૨, ૫૩, ૫૪ એમ પાંચ વર્ષ દિલ્હીના નૅશનલ સ્ટેડિયમ, રાજપથ, લાલ કિલ્લો, રામલીલા ગ્રાઉન્ડ પર યોજાઈ અને ૧૯૫૫થી આજ સુધી એ દિલ્હીના રાયસેના હિલ્સસ્થિત રાષ્ટ્રપતિ ભવનથી રાજપથ થઈને ઇન્ડિયા ગેટ સુધી પાંચ કિલોમીટરના લાંબા રસ્તા પરથી નીકળે છે. સવારે સાડાનવથી શરૂ થતી આ પરેડ બપોરે સાડાબારે ઍર-શો બાદ સમાપ્ત થાય છે. દેશની આ લાર્જેસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટમાં આજ સુધી અનેક એશિયાઈ, યુરોપિય, અમેરિકન દેશોના રાષ્ટ્રપ્રમુખો, પ્રધાનો, રાજધારીઓ, ડિગ્નિફાઇડ મહાનુભાવો પધાર્યા છે. ૨૦૧૫માં બરાક ઓબામા આવ્યા હતા, ૨૦૦૭માં રશિયાના વ્લાદિમીર પુતિન તો ૨૦૧૬માં ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ફ્રાન્કોઇસે પણ હાજરી આપી હતી. એ સાથે જ પરેડના ઇતિહાસમાં પહેલી વખત ફ્રેન્ચ આર્મી બૅન્ડે પણ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો. તો આ જ સિલસિલામાં ૨૦૧૭માં યુનાઇટેડ આરબ અમિરેટ્સની ત્રણેય ફોર્સના બૅન્ડે તેમના પ્રિન્સ, મોહમ્મદ બિન ઝાયેદે પરેડમાં મહેમાન તરીકે આવ્યા ત્યારે પર્ફોર્મન્સ આપ્યું હતું. આ વર્ષે ૨૦૨૦માં બ્રાઝિલના પ્રેસિડેન્ટ જાઇર બોલ્સોનૅરો માનનીય ગેસ્ટ છે.

પરેડમાં શું શું હોય?
૨૬ જાન્યુઆરીએ સવારે નવ વાગ્યે રાષ્ટ્રપતિ તેમના નિવાસસ્થાનેથી ઘોડેસવાર બોડીગાર્ડ સાથે ‘અમર જવાન જ્યોતિ’ મોન્યુમેન્ટ્સ પાસે પહોંચે. ત્યાં દેશ માટે શહીદ થયેલા સૈનિકો અને જવાનોને પુષ્પાર્પણ કર્યા બાદ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાય. ત્યાર બાદ ભારતીય ત્રિરંગો ફરકાવાય અને રાષ્ટ્રગીત વાગે જે પૂર્ણ થયા બાદ ૨૧ તોપોની સલામી અપાય. રાષ્ટ્રગીત બાદ સેરેમની જોવા આવનાર માટે ગેટ બંધ થઈ જાય અને ઑફિશ્યલી કાર્યક્રમની શરૂઆત થાય. તોપોની સલામી અપાયા પછી આપણા પ્રેસિડેન્ટ ડાયસ પાસે આવી અશોક ચક્ર અને કીર્તિ ચક્ર તેમ જ સિલેક્ટેડ સિવિલિયન્સને બ્રેવરી અવૉર્ડનું વિતરણ કરે અને નાની સ્પીચ પછી શરૂ થાય પરેડ જેમાં સૌપ્રથમ આર્મી, નેવી, ઍર ફોર્સના અલગ-અલગ ૯થી ૧૨ રેજિમેન્ટના જવાનો માર્ચ પાસ્ટ કરે અને રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, માનવંતા મહેમાનો, મિનિસ્ટરોને સલામી આપી આગળ વધે. એક જ તાલે, ક્રમબદ્ધ ચાલતા આ જવાનોની શિસ્તબદ્ધતા, ટ્યુનિંગ જોઈ અચંબિત થઈ જવાય. જવાનોની માર્ચ પાસ્ટ બાદ દેશની વિવિધ પેરામિલિટરી ફોર્સ, સિવિલ ફોર્સ માર્ચ પાસ્ટ કરે એમાં CCના કૅડેટ્સ પણ હોય.

ફ્લોટ્સ થકી કલા-સંસ્કૃતિની ઝાંખી
માર્ચ પાસ્ટ પછી રાજધાનીની સ્કૂલોનાં બાળકો ડ્રિલ્સ પ્રસ્તુત કરે. આ ડ્રિલ્સ માટે શાળાઓમાં વિદ્યાર્થીઓને લાંબા સમયથી તાલીમ અપાતી હોય અને લાંબી પ્રક્રિયા બાદ પસંદગીની શાળાઓને જ અહીં પર્ફોર્મ કરવા મળે. એ પછી શરૂ થાય વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને વિધ-વિધ મિનિસ્ટરીઓના ફ્લૉટ્સ. હા, એ જ ફ્લોટ્સ જેમાં પોતાની પસંદગી ન થતાં મમતા દીદીને પેટમાં દુખ્યું હતું. કુલ 22થી 30 જેટલાં ફ્લોટ્સ જેમાં જે-તે પ્રદેશની ડાઇવર્સિટી, કલા, સંસ્કૃતિ, પ્રગતિ, સ્પેશ્યલિટી દર્શાવાઈ હોય, તો કલાકારો લાઇવ પર્ફોર્મન્સ પણ આપતા હોય. વેશભૂષા, સંગીત, ડેકોરેશનથી આ ફ્લૉટ્સ એવા અલંકૃત હોય કે જોનારા બે મિનિટ માટે જે-તે પ્રદેશમાં પહોંચી જાય. ભારતની અલગ-અલગ મિનિસ્ટરીઓ અને ડિપાર્ટમેન્ટનાં પણ ફ્લૉટ્સ હોય જેમાં તેઓનાં કાર્યો, ફ્યુચર પ્લાન્સ વગેરેની માહિતી ચિત્રો, પ્રોજેક્ટ્સ, કટઆઉટ્સ વિગેરે દ્વારા દર્શાવાઈ હોય. આ ટેબ્લો પછી દેશના શક્તિપ્રદર્શન રૂપે જાત-જાતનાં હથિયારો, ટૅન્ક્સ વિગેરેના ટેબ્લો પણ હોય ને વચ્ચે-વચ્ચે બહાદુરી માટે અવૉર્ડેડ બાળકો પણ શણગારેલા હાથીઓ પર બેસી લોકોના અભિવાદન ઝીલે.

કઈ રીતે થાય છે ટેબ્લોનું સિલેક્શન?
સરકારની ડિફેન્સ મિનિસ્ટરી રિપબ્લિકન ડે પરેડના ટેબ્લોની સિલેક્શન પ્રોસેસ સંભાળે છે. આ મિનિસ્ટરી કળા જગતના મહારથીઓની કમિટી બનાવે છે અને દરેક રાજ્યો તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશો વિવિધ સરકારી ખાતાં અને મિનિસ્ટરીને પરેડના ટેબ્લો માટે ઇન્વાઇટ કરે છે. આગલા વર્ષની ૩૧ ઑગસ્ટ સુધી પરેડમાં પાર્ટ લેવા ઇચ્છુકે ઍપ્લિકેશન આપી દેવાની હોય છે. ત્યાર બાદ ઇલેક્શન કમિટી બે રાઉન્ડમાં તેઓની પ્રપોઝલનું મૂલ્યાંકન કરે છે. પહેલાં સ્કેચ અને ડિઝાઇન દ્વારા. એમાં જે પાર્ટિશિપન્ટ સિલેક્ટ થાય તેઓએ બીજા રાઉન્ડમાં ટેબ્લોનું થ્રી ડાયમેન્શનલ મોડલ રજૂ કરવાનું રહે છે. કમિટી આર્ટ, થીમ, મેસેજ, ડેવલપમેન્ટ, સ્કીમ, હેરિટેજ વગેરે ફૅક્ટર્સને ધ્યાનમાં રાખી ટેબ્લો પસંદ કરે છે. દરેક ટેબ્લોની આગળની બાજુ રાજ્ય કે ડિપાર્ટમેન્ટનું નામ હિન્દીમાં અને પાછળ અંગ્રેજીમાં તેમ જ સાઇડમાં પ્રાદેશિક ભાષામાં લખવાનું રહે છે. પરેડમાં બેસ્ટ ત્રણ ટેબ્લોને ઇનામ પણ અપાય છે.

જોકે ફાઇનલ પરેડમાં દરેક ટેબ્લો પસંદ પામે એ જરૂરી નથી. પરેડનો ફિક્સ ટાઇમ પિરિયડ હોવાથી બેસ્ટ મૉડલ જ ફાઇનલ સિલેક્ટ થાય છે. ૩૨ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની અને ૨૪ વિધ-વિધ ખાતાંઓની મળી આ વખતે કુલ ૫૬ એન્ટ્રીઝ આવી હતી એમાંથી ૨૪ ટેબ્લો પસંદ પામ્યા છે. આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગણ, ઉત્તર પ્રદેશ અને મિનિસ્ટરીમાંથી શિપિંગ, હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ હોમ, ડ્રિન્કિંગ વૉટર અને સેનિટેશન, ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડના ટેબ્લો વરણી પામી પરેડ માટે પસંદ થયા છે.

શું આ જાણો છો?
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રેસિડેન્ટ તરીકે આ ત્રીજી પરેડ શોભાવશે. તો પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિની રૂએ કુલ ૧૩ રિપબ્લિક પરેડ સોહાવી છે. પ્રેસિડેન્ટ ગિરી તરીકે જાણીતા વરાહગિરિ વેન્કટગિરિ, મોહમ્મદ હિદાયતુલ્લા, બાસપ્પા ધનપ્પા જટ્ટી ત્રણે રાષ્ટ્રપતિઓ ખૂબ ટૂંકા કાર્યકાળને કારણે આ પરેડમાં રાષ્ટ્રપતિ તરીકે બિરાજી શક્યા નહોતા અને અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં એક વખત રાષ્ટ્રપતિ એસ. રાધાક્રિષ્ણન માંદગીને કારણે આ પરેડમાં આવી શક્યા નહોતા.

- આ વર્ષની પરેડમાં આર્મી કૅપ્સ ઑફ સિગ્નલ્સ કોરની કૅપ્ટન તાન્યા શેરગિલ પરેડની સઘળી કમાન સંભાળશે. આર્મી બૅકગ્રાઉન્ડ ધરાવતા કુટુંબમાંથી આવેલી આ કન્યાએ એ પહેલાં પરેડ ઍડ્જન્ટ એટલે માર્ચ પાસ્ટ દરમ્યાન ફર્સ્ટ રહેનાર જવાનની ભૂમિકા ભજવી છે.

પરેડ જોવા જવું હોય તો
દર વર્ષે ૨૩ જાન્યુઆરીએ એ જ સ્થળે આખી પરેડનું ગ્રાઉન્ડ રિહર્સલ કરાય છે. પરેડ જોવા માટેની એન્ટ્રી ટિકિટ ૭થી ૨૫ જાન્યુઆરી દરમ્યાન દિલ્હીનાં અનેક સ્થળેથી મળી રહે છે. ટિકિટનો દર ૫૦૦, ૧૦૦ અને ૨૦ રૂપિયા હોય છે. ૫૦૦ રૂપિયાની ટિકિટ વીઆઇપીઓ જ્યાં બેઠા હોય ત્યાંની રહે છે. જ્યાંથી રાષ્ટ્રપતિ દ્વારા અપાતા અવૉર્ડ, ફ્લેગ હોસ્ટિંગ વગેરે જોઈ શકાય છે. બીજી ટિકિટોમાં પાંચ કિલોમીટર લાંબા પરેડ રૂટની એક બાજુએ બેસવાનું રહે છે. અહીંથી પણ આખી પરેડ લાઇવ દેખાય છે અને ત્યાં ઠેર-ઠેર મોટાં સ્ક્રીન લગાડાય છે જેમાં મુખ્ય ડાયસની આજુબાજુ થતી પ્રવૃત્તિઓ ટેલિકાસ્ટ થાય છે.

મૂળે આસેલિબ્રેશન ૬ દિવસ ચાલે છે
રિપબ્લિકન પરેડ ભલે ૨૬મી એ હોય. ગણતંત્ર ઉત્સવનું સેલિબ્રેશન ૬ દિવસ ચાલે છે ૨૪થી ૨૯ જાન્યુઆરી. છવ્વીસમીની ગ્રૅન્ડ પરેડ બાદ ૨૭ જાન્યુઆરીએ વડા પ્રધાનની રૅલી હોય જેમાં CCના કૅડેટ્સ સુપરડુપર ડ્રિલ અને કરતબો પ્રસ્તુત કરે. ૨૯ જાન્યુઆરીએ સમાપન દિવસે ‘બીટિંગ ધ રિટ્રીટ’ હોય જે રાષ્ટ્રપતિભવને આવેલા વિજય ચોકમાં યોજાય. આ સેરેમનીમાં નેવી, ઍર, આર્મીના વિવિધ રેજિમેન્ટ્સનાં બૅન્ડ્સ રાષ્ટ્રને સમર્પિત ગીતો વગાડે. ડ્રમ, ટ્રમ્પેટ્સ, બર્ગલર, પાઇપ વડે તેઓ એવો સંગતીમય મેસ્મરાઇઝિંગ માહોલ ઊભો કરે કે સાંભળનારા મદહોશ થઈ જાય. સાંજે છ વાગ્યે રાષ્ટ્રગીતના વાદન પછી ભારતનો ઝંડો નીચે ઉતારી લેવાય એ સેલિબ્રેશન સમાપ્તિની ઘોષણા.

ઍક્ચ્યુઅલી ૨૪થી ૨૯ જાન્યુઆરી દરમ્યાન ભારત સરકારની મિનિસ્ટરી ઑફ કલ્ચર ‘લોક તરંગ નામક - લોક નૃત્યનો ફેસ્ટિવલ યોજે છે’ જેની અંતર્ગત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય છે. આમ આ ઉત્સવ મૂળે ૬ દિવસનો હોય છે.

મુંબઈમાં પણ પરેડ
દિલ્હી ઉપરાંત મુંબઈના શિવાજી પાર્ક, બૅન્ગલોર, કલકત્તા અને ચેન્નઈમાં પણ ગણતંત્ર દિવસની પરેડ યોજાય છે. એ પૈકી ચેન્નઈના મરીના બીચ ખાતે યોજાતી પરેડ પણ ખાસ્સી લોકપ્રિય છે.

 • 1/18
  કલ્કિનો જન્મ 10 જાન્યુઆરી 1984માં પોન્ડિચેરીમાં થયો. કલ્કિ કોચલીન ફ્રેન્ચ પેરેન્ટ્સની દીકરી છે. કલ્કિના પિતા જોએલ કોચલીન અને માતા ફ્રાન્કોઇસ અર્માન્ડિ. કલ્કીએ તેના બાળપણના અમુક વર્ષો Auroville પોન્ડિચેરીમાં વિતાવ્યા.

 • 2/18
  કલ્કિ કોચલીન જેવી અભિનેત્રીઓ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછી જોવા મળે છે જેમણે થિયેટર અને બોલીવુડ બન્નેમાં સરખી નામના મેળવી હોય. કલ્કિનું પ્રાથમિક શિક્ષણ હેબોર્ન સ્કૂલમાં થયું, માધ્યમિક શિક્ષણ ઊટીમાં અને પછીથી તે કર્ણાટક આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ ત્યાં લીધું.

 • 3/18
  18 વર્ષની ઉંમરે કલ્કિ કોટલીન લંડનમાં પોતાનું થિયેટર અને ડ્રામા સ્ટડી માટે ગઇ. આ લંડનમાં વિતાવેલા બે વર્ષ દરમિયાન તેણે ધ બ્લૂ રૂમ, ધ ડિસ્પ્યુટ એન્ડ ડિવાઇડેડ, ધ રાઇઝ ઓફ વાઇલ્ડ હન્ટ જેવા નાટકો તેણે કર્યા.

 • 4/18
  કલ્કિ કોચલીને પોતાનો બોલીવુડ ડેબ્યૂ 2009માં ડેવ ડી સાથે કર્યો, જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું હતું. કલ્કિએ આ ફિલ્મમાં ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. 

  કલ્કિ કોચલીને પોતાનો બોલીવુડ ડેબ્યૂ 2009માં ડેવ ડી સાથે કર્યો, જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું હતું. કલ્કિએ આ ફિલ્મમાં ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. 

 • 5/18
  2014માં કલ્કિ કોચલીનની માર્ગરિટા ખીબ જ લોકપ્રિય થઈ હતી. અને ત્યાર બાદ તેની ઘણી ફિલ્મો માટે અનેક એવૉર્ડ્સ પણ મળ્યા છે.

  2014માં કલ્કિ કોચલીનની માર્ગરિટા ખીબ જ લોકપ્રિય થઈ હતી. અને ત્યાર બાદ તેની ઘણી ફિલ્મો માટે અનેક એવૉર્ડ્સ પણ મળ્યા છે.

 • 6/18
  કલ્કિ કોચલીનની ખૂબ જ જાણીતી ફિલ્મો છે દેવ ડી, ઝિંદગી ના મિલેગી દોબારા, શાંઘાઈ, એક થી ડાયન, માર્ગરિટા વિથ એ સ્ટ્રો, શૈતાન, યે જવાની હૈ દીવાની અને તાજેતરની ફિલ્મ ગલી બૉય.

  કલ્કિ કોચલીનની ખૂબ જ જાણીતી ફિલ્મો છે દેવ ડી, ઝિંદગી ના મિલેગી દોબારા, શાંઘાઈ, એક થી ડાયન, માર્ગરિટા વિથ એ સ્ટ્રો, શૈતાન, યે જવાની હૈ દીવાની અને તાજેતરની ફિલ્મ ગલી બૉય.

 • 7/18
  કલ્કિ કોચલીન ડ્રામા રાઇટર પણ છે. તેણે 2009માં મેટ્રોપ્લસ પ્લેરાઇટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, સાથે જ પ્લારાઇટ પ્રશાંત પ્રકાશ, પ્લે 'સ્કેલેટોન વુમન' માટે અવૉર્ડમળ્યો.

  કલ્કિ કોચલીન ડ્રામા રાઇટર પણ છે. તેણે 2009માં મેટ્રોપ્લસ પ્લેરાઇટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, સાથે જ પ્લારાઇટ પ્રશાંત પ્રકાશ, પ્લે 'સ્કેલેટોન વુમન' માટે અવૉર્ડમળ્યો.

 • 8/18
  કલ્કિ કોચલીન પોતાની ઓળખ નારીવાદી તરીકે કરે છે. 2016માં તેને મેલિન્દા ગેટ્સ  તરફથી એપ્રિશિએશન લેટર પણ આપવામાં આવ્યો હતો. મેલિન્દા ગેટ્સ જે બિલ એન્ડ મેલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનના કો ફાઉન્ડર છે તેમણે કલ્કિને સ્ત્રીઓની મુશ્કેલીઓ તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તેની માટે બિરદાવી હતી.

 • 9/18
  અંગત જીવન વિશે વાત કરીએ તો કલ્કિએ અનુરાગ કશ્યપ સાથે એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા. તેઓ 2013 સુધીમાં બન્નેએ પોતાના રસ્તા જુદા કર્યા અને 2015માં ડિવોર્સ લઈ લીધા

  અંગત જીવન વિશે વાત કરીએ તો કલ્કિએ અનુરાગ કશ્યપ સાથે એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા. તેઓ 2013 સુધીમાં બન્નેએ પોતાના રસ્તા જુદા કર્યા અને 2015માં ડિવોર્સ લઈ લીધા

 • 10/18
  2018માં કલ્કિ કોચલીને જણાવ્યું કે કેવી રીતે તે લગ્ન અને ડિવોર્સની પ્રૉસેસમાંથી બહાર આવી.

  2018માં કલ્કિ કોચલીને જણાવ્યું કે કેવી રીતે તે લગ્ન અને ડિવોર્સની પ્રૉસેસમાંથી બહાર આવી.

 • 11/18
  હું મારી જાતને ઘણાં સમય સુધી એકલી અનુભવી રહી હતી. મારે તે ખાલીપો ગમે તેમ કરીને ભરવાનો હતો. હું પાગલ બનીને કે પીને કે પછી મારી આસપાસ અનેક લોકોની વચ્ચે રહીને તે ખાલી જગ્યાને હું ભરવા માગતી ન હતી. મેં મારા ઘરમાંને ઘરમાં રહીને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો વિકલ્પ પસંદ કર્યો. આવું કલ્કિએ જણાવ્યું. 

 • 12/18
  તેમ છતાં, કલ્કિ કોચલીન અને અનુરાગ કશ્યપે ડિવોર્સ પછી પણ મિત્રો રહેવાનું પસંદ કર્યું.

  તેમ છતાં, કલ્કિ કોચલીન અને અનુરાગ કશ્યપે ડિવોર્સ પછી પણ મિત્રો રહેવાનું પસંદ કર્યું.

 • 13/18
  2019ના મધ્યમાં કલ્કિ કોચલીને લગભગ ઇઝરાઇલ પેઇનિસ્ટ અને સંગીત શિક્ષક ગાય હર્ષબગ્રને ડેટ કરવાનું શરૂ કર્યું અને કલ્કિએ જણાવ્યું કે તે કલ્કિનો કેવમેન છે. એટલું જ નહીં કલ્કિ તેના વિશે કહે છે કે "It's always a Sunday when I'm with my favourite caveman (sic)"

 • 14/18
  તાજેતરમાં જ ક્લ્કિએ જણાવ્યું કે તે 5 મહિનાથી ગર્ભવતી છે બૉયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે અને તે થોડાંક જ સમયમાં તેના પહેલા સંતાનને જન્મ આપશે.

  તાજેતરમાં જ ક્લ્કિએ જણાવ્યું કે તે 5 મહિનાથી ગર્ભવતી છે બૉયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે અને તે થોડાંક જ સમયમાં તેના પહેલા સંતાનને જન્મ આપશે.

 • 15/18
  સાથે જ તેણે જણાવ્યું કે તે ગોવા જવાનું પણ પ્લાન કરી રહી છે. અને તૈયારી કરી રહી છે કે તેને નેચરલ વૉટર બર્થ મળે તે માટે તેણે લોકલ નેચરાલિસ્ટ બર્થ સેન્ટરમાં જન્મ આપશે. 

  સાથે જ તેણે જણાવ્યું કે તે ગોવા જવાનું પણ પ્લાન કરી રહી છે. અને તૈયારી કરી રહી છે કે તેને નેચરલ વૉટર બર્થ મળે તે માટે તેણે લોકલ નેચરાલિસ્ટ બર્થ સેન્ટરમાં જન્મ આપશે. 

 • 16/18
  આ કપલને જોઇને એવું નથી લાગતું કે લગ્ન કરવાની ઉતાવળમાં છે...

  આ કપલને જોઇને એવું નથી લાગતું કે લગ્ન કરવાની ઉતાવળમાં છે...

 • 17/18
  ક્લ્કિ જણાવે છે કે મારી સુપરપાવર છે ડિસ્કનેક્ટ. મીડિયા, સોશિયલ મીડિયા મારા કામ માટે ઉપયોગી છે. હું એન્ટિ કનેક્શન નથી. મેં ફક્ત જે મારા કામનું નથી તેના પર પ્રતિક્રિયા આપવાનું છોડી દીધું છે.

  ક્લ્કિ જણાવે છે કે મારી સુપરપાવર છે ડિસ્કનેક્ટ. મીડિયા, સોશિયલ મીડિયા મારા કામ માટે ઉપયોગી છે. હું એન્ટિ કનેક્શન નથી. મેં ફક્ત જે મારા કામનું નથી તેના પર પ્રતિક્રિયા આપવાનું છોડી દીધું છે.

 • 18/18
  આ બધાંની સાથે જ આજે કલ્કિના જન્મદિવસે વુડ બી મધરને બેસ્ટ મિડ ડે તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ...

  આ બધાંની સાથે જ આજે કલ્કિના જન્મદિવસે વુડ બી મધરને બેસ્ટ મિડ ડે તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ...

Loading...
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK