શ્રીલંકાના નવા પ્રમુખ ગોતબાયા ૨૯મીએ ભારતના પ્રવાસે આવશે

Published: Nov 21, 2019, 12:39 IST | Columbo

વિદેશપ્રધાન એસ. જયશંકર શ્રીલંકા પહોંચ્યા હતા, તેમની આ અણધારી શ્રીલંકાની મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે સોમવારે જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.

ગોતબાયા રાજપક્ષે
ગોતબાયા રાજપક્ષે

છેલ્લાં પંદર વર્ષથી શ્રીલંકા સાથે ભારતના સંબંધોમાં ઘટાડો થયો છે જેના પરિણામ રૂપે શ્રીલંકા અને ચીનના સંબંધોમાં સુધારો જોવા મળ્યો. આજ કારણ છે કે ભારત નવી રાજકીય સ્થિતિઓ મુજબ શ્રીલંકા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગોતબાયા રાજપક્ષે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે અને પીએમ મોદીએ તેમને ભારત આવવા માટે નિમંત્રિત કર્યા છે, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ પહેલી વિદેશયાત્રા ભારતની કરશે.
વિદેશપ્રધાન એસ. જયશંકર શ્રીલંકા પહોંચ્યા હતા, તેમની આ અણધારી શ્રીલંકાની મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે સોમવારે જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
સૂત્રોની જાણકારી મુજબ વિદેશપ્રધાન જયશંકર મંગળવારે સાંજે કોલંબો પહોંચ્યા હતા જ્યાં તેમણે નવા રાષ્ટ્રપતિ ગોતબાયાની મુલાકાત લીધી હતી અને પીએમ મોદી તરફથી ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. ગોતબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિનો કાર્યભાળ સંભાળ્યા પછી ૨૯ નવેમ્બરે પોતાની પહેલી વિદેશયાત્રા દરમ્યાન ભારત આવશે. નોંધપાત્ર છે કે ગોતબાયા રાજપક્ષે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના ભાઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK