Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતના વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં દેખાઈ એક દુર્લભ બિલાડી

ગુજરાતના વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં દેખાઈ એક દુર્લભ બિલાડી

10 June, 2019 03:56 PM IST | ગુજરાત

ગુજરાતના વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં દેખાઈ એક દુર્લભ બિલાડી

રસ્ટી કેટ

રસ્ટી કેટ


ગુજરાત જેસૌર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીની વાત કરીએ તો ત્યાં હાલમાં પહેલીવાર એક દુર્લભ બિલાડી જોવા મળી છે, આ કેટ રસ્ટી સ્પોટેડ છે. ગુજરાતમાં એક દાયકામાં આ બિલાડી બીજી વખત જોવા મળી છે. આગાઉ 2013માં આ પ્રકારની બિલાડી કચ્છ વિસ્તારમાં જોવા મળી હતી.

2013 બાદ રસ્ટી સ્પૉટેડ બિલાડી જોવા મળી નહોતી. આ બિલાડી ફૅમિલીનો સૌથી નાનો મેમ્બર છે એવું ત્યાના વાઈલ્ડ લાઈફ સેન્ચુરીના એક અધિકારીનું કહેવું છે. બનાસકાઠાંના પાર્કના એક અધિકારીએ જણાવ્યું કે આ બિલાડી વન ડિપાર્ટમેન્ટે લગાવેલા કૅમેરો ટ્રેપમાં કેદ થઈ હતી.



એક અધિકારીનું માનવું છે કે સેન્ચુરીમાં બીજી પણ રસ્ટી સ્પૉટેડ બિલાડીઓ જોવા મળી શકે છે. જો બીજી બિલાડીઓ પણ જોવા મળી તો તેનો રિપોર્ટ બનાવવામાં આવશે જેથી અહીં કેટલા પ્રકારની બિલાડી છે એ ખબર પડી જશે. તે ઉપરાંત જેસૌર સેન્ચુરીમાં રસ્ટી સ્પોટેડ કેટના મેનેજમેન્ટ પર કામ થશે.


આ બિલાડીનું પેટ સફેદ હોય છે અને શરીર પર ઘાટ્ટા ડાઘ હોય છે. તેનું વજન 1.5 કિલો જેટલું હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2019 03:56 PM IST | ગુજરાત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK