ન્યુ ઝીલૅન્ડમાં સંસદસભ્યનું બાળક રડ્યું તો સ્પીકરે બેબીસીટર બનીને દૂધ પિવડાવ્યું

Published: Aug 23, 2019, 09:46 IST | ન્યૂ ઝીલેન્ડ

સંસદમાં તમેતી કૉફે નામનાં સભ્ય પોતાના નવજાત બાળકની સાથે આવ્યા હતા. સદનમાં ચર્ચા ચાલી રહી હતી અને તમેતી પોતાની વાતની રજૂઆત કરવા માટે ઊભા થયા ત્યારે જ તેમનો દીકરો રડવા લાગ્યો

આ તસવીર દિવસની સૌથી સુંદર તસવીર છે
આ તસવીર દિવસની સૌથી સુંદર તસવીર છે

બુધવારે ન્યુ ઝીલૅન્ડના સંસદભવનમાં એક મજાની ઘટના બની. એમાં સ્પીકર એક સંસદસભ્યના બાળકને બૉટલથી દૂધ પિવડાવતા નજરે પડ્યા હતા. સંસદમાં તમેતી કૉફે નામનાં સભ્ય પોતાના નવજાત બાળકની સાથે આવ્યા હતા. સદનમાં ચર્ચા ચાલી રહી હતી અને તમેતી પોતાની વાતની રજૂઆત કરવા માટે ઊભા થયા ત્યારે જ તેમનો દીકરો રડવા લાગ્યો. અધવચ્ચે ભાષણ ડિસ્ટર્બ થતું હોવાથી સ્પીકર ટ્રેવર મલાર્ડ ઊભા થયા અને બાળકને પોતાના ખોળામાં લઈને બેબીસીટિંગની જવાબદારી સંભાળી લીધી. બાળકના મોંમાં દૂધની બૉટલ આપીને ઝુલાવતાં-ઝુલાવતાં સ્પીકરે સંસદનું કામ સંભાળ્યું. સ્પીકરે એ પછી પોતાની આ તસવીર ટ્વીટર પર શૅર કરતાં લખ્યું, ‘આજે એક વીઆઇપી મારી સાથે આ ખુરસી પર બેઠા હતા.’

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK