પોતાની પૉર્ન મૂવી લીક થઈ જવાથી કાઉન્સિલરે રાજીનામું આપવું પડ્યું

Published: 7th September, 2012 05:16 IST

રાજકારણીઓએ કરપ્શન કે ગેરવહીવટના આરોપસર રાજીનામું આપવું પડ્યું હોય એવી ઘટનાઓ તો અનેક બને છે,

spain-politecianપણ સ્પેનમાં એક મહિલા રાજકારણીએ એટલા માટે રાજીનામું આપવું પડ્યું કારણ કે તેની પૉર્ન મૂવી કોઈએ યુટ્યુબ પર લીક કરી દીધી હતી. સ્પેનના પાટનગર મૅડ્રિડની નજીક આવેલા ટુલિડો શહેરના કાઉન્સિલર ઓલ્વિડો ર્હોમીગોઝ કેર્પિયોએ તેણે જાતે શૂટ કરેલો પૉર્ન વિડિયો ઇન્ટરનેટ પર લીક થતાં બબાલ મચી ગઈ હતી. કેર્પિયો એક પ્રાઇમરી સ્કૂલમાં ટીચર પણ છે. આ વિડિયોમાં તેને સંપૂર્ણ નગ્ન થઈને મૅસ્ટરબેશન કરતી દર્શાવવામાં આવી છે. બે બાળકોની માતા કેર્પિયોએ એ પછી કૅલિફૉર્નિયાસ્થિત યુટ્યુબને ફરિયાદ કરીને આ વિડિયો સાઇટ પરથી દૂર કરાવી દીધો હતો એટલું જ નહીં, આ લીકને પોતાની પ્રાઇવસી પરનો હુમલો ગણાવી એની ટીકા કરી હતી. કેર્પિયો સ્પેનની સોશ્યલિસ્ટ પાર્ટીની સક્રિય નેતા છે. જોકે તેનો વિડિયો કેવી રીતે લીક થયો એની કોઈને જાણ નથી.

થોડા સમય પહેલાં ભારતમાં કૉન્ગ્રેસના સિનિયર નેતા અભિષેક મનુ સિંઘવીએ તેમની સેક્સ-ટેપ લીક થતાં પાર્ટીના પ્રવક્તાપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ગયા વર્ષે તુર્કીમાં દસ સિનિયર નેતાઓ સાથે મળીને કેટલીક મહિલાઓ સાથે રંગરેલિયા મનાવી રહ્યા હોય એવો વિડિયો લીક થતાં ત્યાંના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK