બીજેપી મારું ભગવાકરણ કરવાનો પ્રયત્ન કરે છેઃ રજનીકાંત

Published: Nov 09, 2019, 10:05 IST | Chennai

રજનીકાંતે કહ્યું કે તિરુવલ્લુવરને ભગવો પહેરાવવો બીજેપીનો એજન્ડા હતા. અમુક લોકો અને મીડિયા એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હું બીજેપીનો માણસ છું, પરંતુ આ વાત સાચી નથી

વડાપ્રધાન મોદી અને રજનીકાંત
વડાપ્રધાન મોદી અને રજનીકાંત

ફિલ્મ અભિનેતા રજનીકાંતે શુક્રવારે બીજેપી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ મને ભગવા રંગમાં રંગવા ઈચ્છે છે. તેમણે તમિલ કવિ તિરુવલ્લુવરની સાથે પણ આવું કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સત્ય હકીકત એ છે કે ન તો તિરુવલ્લુવર અને ન તો હું તેમની જાળમાં ફસાઈશું. અયોધ્યા મામલે તેમણે લોકોને કહ્યું કે કોર્ટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને શાંતિ જાળવવી જોઈએ.
ફિલ્મ અભિનેતા કમલ હાસન અને રજનીકાંતે ચેન્નઈમાં શુક્રવારે રાજકમલ ફિલ્મ ઈન્ટરનૅશનલના નવા કાર્યાલયમાં દિવંગત ફિલ્મ નિર્દેશક કે. બાલાચંદરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમ્યાન રજનીકાંતે કહ્યું કે તિરુવલ્લુવરને ભગવો પહેરાવવો બીજેપીનો એજન્ડા હતા. અમુક લોકો અને મીડિયા એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હું બીજેપીનો માણસ છું, પરંતુ આ વાત સાચી નથી. સાથ આપીશ તો તે રાજકીય પક્ષ ખુશ થઈ જશે પરંતુ તે નિર્ણય લેવાનું મારા ઉપર છે. કમલ હાસને કહ્યું કે એક જ સમયે અમે બન્નેએ નિર્ણય લીધો છે કે અમે (હું અને રજનીકાંત) એકબીજાનું સન્માન કરીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK