Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આ એક્ટર પાસે જેટલી કાર્સ છે કે તેને પાર્ક કરવા જોઈએ બે ખેતર જેટલી જગ્યા

આ એક્ટર પાસે જેટલી કાર્સ છે કે તેને પાર્ક કરવા જોઈએ બે ખેતર જેટલી જગ્યા

07 September, 2020 10:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ એક્ટર પાસે જેટલી કાર્સ છે કે તેને પાર્ક કરવા જોઈએ બે ખેતર જેટલી જગ્યા

આ એક્ટર પાસે જેટલી કાર્સ છે કે તેને પાર્ક કરવા જોઈએ બે ખેતર જેટલી જગ્યા


સાઉથ ઈન્ડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને મલયાલમ ફિલ્મ્સના પ્રખ્યાત એક્ટર મામૂટીનો આજે 69મો જન્મદિવસ છે. મામૂટીને કારનો ખૂબ શોખ છે. એમની પાસે એટલી કાર છે કે એક વખત તે જે કાર ચલાવે એને બીજી વખત ચલાવવાનો વારો આવતા વર્ષે આવે. કહેવાય છે કે તેમની પાસે 369 કાર્સ છે.

મામૂટીનું ખરુ નામ મોહમ્મદ કુટ્ટી ઈસ્માઈલ પાનીપરામ્બિલ છે. પરંતુ તેમણે પોતાનું નામ મમૂટી રાખ્યું છે. તે પોતે જ કાર ડ્રાઈવ કરવાનું પસંદ કરે છે. મામૂટી ફક્ત લક્ઝરી કાર્સના જ શોખીન નથી તેમને સસ્તી કાર પણ ગમે છે અને તેનું પણ કલેકશન છે.



Audi કાર ખરીદનાર તે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પહેલા એક્ટર પણ ગણાય છે. મારુતીના ઘણા મોડેલ તેમની પાસે છે. તેમની પહેલી કાર પણ મારુતિ જ હતી. થોડા વર્ષો પહેલા જ તેમણે મારુતિ-800 ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમની પાસે ફરારી, મર્સીડીઝ, ઓડી, પોર્શે, મિની કુપર એસ, બીએમડબ્લ્યૂ, ફોક્સવેગન, મિત્શુબિશી, ટોયોટા કંપનીઓના મોડેલ પણ છે. મામૂટી પાસે આઈશરની એક કસ્ટમાઈઝ કેરાવેન પણ છે.


તેમની લેટેસ્ટ કાર છે જગુઆર એક્સજે-એલ કેવિયર. આ કારનો પેટ્રોલ અને ડીઝલ બંને વર્ઝનની તેમણે ખરીદી કરી છે. આ કારનો રજીસ્ટ્રેશન નંબર પણ 369 છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2020 10:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK