Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Corona Vaccine માટે આવેલાએ નર્સને કર્યું પ્રપૉઝ, જાણો વધુ

Corona Vaccine માટે આવેલાએ નર્સને કર્યું પ્રપૉઝ, જાણો વધુ

04 January, 2021 04:30 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Corona Vaccine માટે આવેલાએ નર્સને કર્યું પ્રપૉઝ, જાણો વધુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિશ્વભરના અનેક દેશોમાં વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન અમેરિકામાં કોરોના વેક્સીન મૂકાવવા આવેલાએ સેંટરમાં જ પુરુષ નર્સને લગ્ન માટે પ્રપૉઝ કરી દીધું. આ જોઇ ત્યાં ઊભેલા બધાં ચોંકી ગયા.

પાંચ વર્ષથી હતા રિલેશનશિપમાં
મળતી માહિતી પ્રમાણે, 31 વર્ષના નર્સ ટેસ્ટિંગ હેલ્પર રૉબી વર્ગસ કોર્ટેસ અને નર્સ એરિક વર્ડેરલી છેલ્લા 5 વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. અને તાજેતરમાં જ કોર્ટેસને અમેરિકાના સાઉથ ડકોટા (South Dakota)ના એક હૉસ્પિટલમાં વેક્સીન મૂકાવવા માટે અપોઇન્ટમેન્ટ મળી હતી.



વેક્સીનેશન સેન્ટરમાં પ્રપૉઝ કરવાનો બનાવ્યો પ્લાન
આ દરમિયાન તેમને ખબર પડી કે બૉયફ્રેન્ડ પણ વેક્સીન મૂકાવવા આ હૉસ્પિટલમાં કામ કરી રહ્યો છે. આ કારણે તેણે વેક્સીનેશનના દિવસે સેન્ટરમાં પોતાના બૉયફ્રેન્ડને સરપ્રાઇઝ આપવાનો નિર્ણય લીધો.


બૉયફ્રેન્ડને નહોતો પ્રપૉઝનો અંદાજો
સીએનએનના રિપોર્ટ પ્રમાણે, પુરુષ નર્સ એરિક વર્ડેરલીને કોઇપણ અંદાજો નહોતો કે તેનો બૉયફ્રેન્ડ વેક્સીનેશન સેન્ટરમાં જ તેને પ્રપૉઝ કરવાનો છે. જો કે, વર્ડેરલીએ પ્રપૉઝિલને તરત સ્વીકારી લીધો અને લગ્ન માટે હા પાડી દીધી.

કોર્ટેસ પૂરી તૈયારી સાથે આવ્યો હતો. વર્ડેરલીના હા કહેતા જ તેણે પોતાના ખિસ્સામાંથી વીંટી કાઢી અને તેને પહેરાવી દીધી. ત્યાર પછી બન્ને ખૂબ જ ઇમોશનલ થઈ ગયા અને તેઓ એકબીજાને ભેટી પડ્યા. ગે કપલના પ્રપૉઝલનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


કોર્ટેસ જણાવે છે કે પ્રપૉઝ કરવા માટે તેની પાસે 3 વર્ષથી વીંટી હતી. પણ તે ખાસ અવસરની શોધમાં હતો. કપલે એ પણ જણાવ્યું કે તે મહામારી ખતમ થયા પછી જ લગ્ન કરશે.

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2021 04:30 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK