વૉટ્સઍપ પર PM સામે વાંધાજનક પોસ્ટ લખવા બદલ મિર્ઝાપુરના સોનુ ખાનની ધરપકડ

Published: 24th September, 2020 15:20 IST | Agencies | Mumbai

વૉટ્સઍપ પર વડા પ્રધાન સામે વાંધાજનક પોસ્ટ લખવા બદલ મિર્ઝાપુરના સોનુ ખાનની ધરપકડ

વૉટ્સએપ
વૉટ્સએપ

સોશ્યલ નેટવર્કિંગ ઍપ વૉટ્સઍપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ લખવા બદલ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના સોનુ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને સોનુ ખાને વૉટ્સઍપ ગૃપમાં વડા પ્રધાનનો એક વિડિયો પોસ્ટ કરીને એની નીચે અણછાજતી ટિપ્પણી લખી હતી. એ બાબતે મિર્ઝાપુરના કટરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતાં રવિવારે રાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ-સ્ટેશનમાં ફરિયાદને પગલે મંગળવારે બપોરે બાર વાગ્યે સોનુ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. વૉટ્સઍપ પોસ્ટ માટે વાપરવામાં આવેલો સોનુ ખાનનો મોબાઇલ ફોન પોલીસે જપ્ત કર્યો છે. સોનુ ખાન પર સમાજના બે વર્ગો વચ્ચે દુશ્મનાવટ પેદા કરતું, મહાનુભાવની બદનક્ષી કરતું અને સાર્વજનિક સ્તરે અટકચાળા માટેનું લખાણ સોશ્યલ મીડિયા પર પ્રદર્શિત કરવા અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સંબંધી આરોપો મૂકવામાં આવ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK