Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારા અંગે સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારા અંગે સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

16 June, 2020 05:04 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારા અંગે સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 10માં દિવસે વધારાથી સોનિયા ગાંધી પીએમ મોદીને લખ્યો પત્ર

પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 10માં દિવસે વધારાથી સોનિયા ગાંધી પીએમ મોદીને લખ્યો પત્ર


પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત 10મા દિવસે વધારો થવા પર કૉંગ્રેસ અઘ્યક્ષા સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે કોરોના વાયરસ સામે જજૂમી રહેલા દેશ માટે આ નિર્ણય અસંવેદનશીલ છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર લોકોને ફાયદો પહોંચે તેવું કોઈ કામ નથી કરી રહી. કૉંગ્રેસ અધ્યક્ષાએ કહ્યું કે, "હું માર્ચથી શરૂ થયેલા આ મુશ્કેલ સમય દરમિયાન સરકારે સંપૂર્ણપણે એક અસંવેદનશીલ નિર્ણય લેતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે. તે પણ 10 વાર, તેમણે કહ્યું કે સરકારે 2.6 લાખ કરોડ રૂપિયાની કમાણી માટે પેટ્રોલ -ડીઝલની એક્સાઇઝ ડ્યૂટી વધારવાની કોઇએ ખોટી સલાહ આપી છે. નોંધનીય છે કે તેલ કંપનીઓ દ્વારા મંગળવારે પેટ્રોલના ભાવ 47 પૈસા અને ડીઝલના 93 પૈસા પ્રતિ લીટર વધારવામાં આવ્યા છે. એટલું જ નહીં એટીએફ એટલે કે વિમાન ઇંધણના ભાવમાં પણ 16.3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 10માં દિવસે વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 47 પૈસા વધીને 76.73 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલના ભાવ 93 પૈસા વધીને 75.19 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યા છે."

જ્યારે વડાપ્રધાન દેશના લોકોના આત્મનિર્ભર હોવાની આશા રાખે છે તો એવા સંકટના સમયમાં લોકો પર નાણાંકીય ભાર નાખવો યોગ્ય નથી.



હાલ કોવિડ-19 મહામારી વિરુદ્ધ લડાઇ દરમિયાન ભારતના સ્વાસ્થ્ય સંબંધી, આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.


મને એ વાતનું દુઃખ છે કે આવા મુશ્કેલ સમયમાં સરકાર લીધેલો પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારવાનો નિર્ણય અસંવેદનશીલ છે. આ સમયમાં સરકારના આ નિર્ણયનું ઔચિત્ય નથી સમજાતું. જ્યારે દેશના કરોડો લોકોની નોકરીઓ નથી રહી, તેમની સામે જીવિકાનું સંકટ છે, નાના, મધ્યમ તેમ જ મોટા કારોબાર બંધ થઈ રહ્યા છે અને ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચ્ચા તેલની કિંમતમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો છે, પણ સરકાર મુશ્કેલ સમયમાં લોકોને તેનો લાભ આપવા માટે કંઇ નથી કરી રહી.


હું તમને આગ્રહ કરું છું કે વધારો પાછો ખેંચવામાં આવે અને કાચ્ચા તેલની ઓછી કિંમતનો લાભ સીધો દેશના નાગરિકોને આપવામાં આવે.

જો તમે લોકોના આત્મનિર્ભર બનવાની આશા રાખો છો તો આગળ વધવા માટે તેમના માર્ગમાં નાણાંકીય અવરોધ ઊભા ન કરો.

હું ફરીથી કહું છું કે જે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમના હાથમાં પૈસા સીધાં આપો.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2020 05:04 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK