સોમનાથ મહાદેવમાં અખૂટ વિશ્વાસ અને અપરંપાર શ્રદ્ધા ધરાવતા એક મુંબઈના બિઝનેસમૅન દિલીપ લાખીએ દાન કરેલા સોનામાંથી તૈયાર થયેલું સુવર્ણ થાળું (જલાધારી) સાથે ગઈ કાલે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે ગઈ કાલે હજારો ભાવિકો ખાસ સોમનાથ પહોંચ્યા હતા. કારીગરોની કારીગીરી ગણો કે પછી સોમનાથ મહાદેવની અસીમ કૃપા ગણો સુવર્ણ જલાધારી ફિટ કરવાનું કામ માત્ર ૬૫ મિનિટમાં પૂર્ણ થઈ ગયું હતું. જેને કારણે ગઈ કાલે સવારે નિર્ધારિત કર્યા મુજબ સવારે આઠ વાગ્યાને બદલે નિશ્ચિત સમય મુજબ સવારે સવાછ વાગ્યે જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અંદાજે દસ કરોડની કિંમતની આ જલાધારી ફિટ થયા પછી મહાદેવને પહેલો અભિષેક ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી કેશુભાઈ પટેલે કર્યો હતો.
કર્ણાટકમાં ભયંકર ઍક્સિડન્ટ : 11 મોત
16th January, 2021 12:52 ISTમુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લખવીને પાકિસ્તાનની કોર્ટે ૧૫ વર્ષની સજા ફટકારી
9th January, 2021 15:01 ISTમુંબઈ ૨૬/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના કમાન્ડર લખવીની ફરી ધરપકડ
3rd January, 2021 13:26 IST26/11 આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ લખવીની પાકિસ્તાનમાં ધરપકડ
2nd January, 2021 18:13 IST