Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સોમનાથ જાવ છો ? દરિયામાં નહાવા નહીં મળે, આ છે કારણ

સોમનાથ જાવ છો ? દરિયામાં નહાવા નહીં મળે, આ છે કારણ

02 June, 2019 02:36 PM IST | સોમનાથ

સોમનાથ જાવ છો ? દરિયામાં નહાવા નહીં મળે, આ છે કારણ

Image Courtesy : speakingtree.in

Image Courtesy : speakingtree.in


સોમનાથમાં આવેલું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રદ્ધાને કારણે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. ખાસ કરીને દરિયાકિનારે આવેલું હોવાને કારણે આ મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવામાં અદભૂત આનંદ આવે છે. એક તરફ ભગવાન શિવના ચરણ પખાળતો અરબી સમુદ્ર અને બીજી તરફ મંદિરનું શુદ્ધ પવિત્ર વાતાવરણ માનસિક શાંતિ આપે છે. સાથે જ સોમનાથના દરિયામાં નહાવાની મજા પણ દર્શનાર્થીઓ માણતા હોય છે.

જો કે હવે સોમનાથના દરિયામાં કોઈ પણ ભક્તો કે પ્રવાસીઓ નહાઈ શક્શે નહીં. તાજેતરમાં જ સોમનાથના દરિયામાં નહાવા જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલે હવે જો તમે પણ સોમનાથના દર્શને જતા હો, અને દરિયામાં નહાવાનું આયોજન હોય તો તમારો ઉદ્દેશ્ય પૂર્ણ નહીં થાય. કારણ કે તંત્ર દ્વારા સોમનાતના દરિયાકિનારાને નહાવા માટે પ્રતિબંધિત જાહેર કરાયો છે. જેનું મુખ્ય કારણ એ છે કે અહીં આવતા મોટા ભાગના લોકો પ્રવાસી હોય છે, જેમને દરિયાકિનારાની ભૌગોલિક પરિસ્થિતિની જાણ નથી હોતી, પરિણામે લોકોના ડૂબી જવાના બનાવ બને છે.



સોમનાથનો દરિયા કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાય છે, પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં બહુ જ મોટા વજનદાર ખડકાળ પથ્થરો છે. જેથી સમુદ્રમાં ન્હાવા જતા અને પગ પખાળતા દર્શનાર્થી કે પ્રવાસીઓ સહેલાઇથી બહાર આવી શકતા નથી. આ ઉપરાંત અહીંના દરિયામાં કરંટ પણ જોવા મળે છે. સાથે જ હાલ સોમનાથના દરિયા કિનારે નવી ચોપાટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે અહીં પત્થરો મોટી સંખ્યામાં છે. આ પત્થરોને લીધે કોઇપણ વ્યક્તિ તેના ઉપરથી લપસી સમુદ્રમાં ડૂબી જાય તેવી શક્યતાઓ રહે છે. એટલે જ સોમનાથના દરિયામાં ન્હાવા જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ 'જય સોમનાથ'ના નાદથી ગુંજ્યું પ્રથમ જ્યોતિર્લિંગ, જુઓ તસવીરો

કેટલીક વાર તો અંધશ્રધ્ધાને કારણે પણ લોકો સમુદ્ધમાં આપઘાત કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. પવિત્ર યાત્રાધામના દર્શન કરી પોતાના આત્માને મોક્ષ મળે તેને કારણે પણ લોકો દરિયામાં જઈ આત્મહત્યા કરે છે. છેલ્લા 10 વર્ષમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તથા સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે આવી સંખ્યાબંધ ઘટનાઓ નોંધાઈ છે. આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનીયમ-1973ની કલમ 144 હેઠળ મળેલ સત્તાની રૂએ સોમનાથ મંદિરની આસપાસનાં વિસ્તારમાં દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ લાદી દીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2019 02:36 PM IST | સોમનાથ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK