Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પંચમહાલ પાસે SOG પોલીસે વિદેશી દારૂનો જથ્થો જડપ્યો, બુટલેગર ફરાર

પંચમહાલ પાસે SOG પોલીસે વિદેશી દારૂનો જથ્થો જડપ્યો, બુટલેગર ફરાર

09 April, 2019 01:11 PM IST | પંચમહાલ

પંચમહાલ પાસે SOG પોલીસે વિદેશી દારૂનો જથ્થો જડપ્યો, બુટલેગર ફરાર

કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ

કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ


પંચમહાલમાં ગઇ મોડી રાત્રે SOG ને મળેલી બાતમીના આધારે ભદ્રાલા ગામ પાસે વોચ ગોઠવી હતી. જેને પગલે પસાર થતી કારમાં તપાસ દરમ્યાન એક કારને ડેકી ખોલવાનું કહ્યું હતું. ત્યારે કાર ચાલક પોલીસની નજર ચુકવીને નાશી છુટ્યો હતો. જોકે પોલીસ તેને પકડી શકી ન હતી પરંતુ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી લીધો હતો. પોલીસે આ અંગે ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળી રહેલી વિગતો પ્રમાણે પંચમહાલના ભદ્રાલા ગામમાં SOG ની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. મળેલી માહિતી મુજબ મંગલિયાણા ગામમાં ગોપી ફળિયા વિસ્તારમાં રહેતો જનક ઉર્ફે પિન્ટું પગી ખટકપુરથી ભદ્રાલા તરફ કારમાં દારૂનો જથ્થો લઇ જવાનો છે. જેને પગલે હાઇવે પર પોલીસે વોચ ગોઠવી હતી. હાઇવે પર શંકાસ્પદ ઇન્ડીગો કાર સામે આવતા તેને ઉભી રાખવાનું કહેતા ચાલક જનક ઉર્ફ પિન્ટુ પગી ફરાર થઈ ગયો હતો.

આ અંગે કારની ડીકીમાં તપાસ કરતા વિદેશી દારુની 375 જેટલી બોટલોનો જથ્થો મળી આવતા ચોકી ઉઠી હતી. SOG શાખાએ ગાડી તેમજ દારુનો જથ્થો જપ્ત કરીને શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવીને ફરાર ઈસમ જનક ઉર્ફ પિન્ટુ પગી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2019 01:11 PM IST | પંચમહાલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK