કૉલમ: કડવા હોવું એ જ કોચનો ધર્મ

Published: Jun 07, 2019, 13:27 IST | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ | મુંબઈ

વર્લ્ડ રેકૉર્ડ સચિન તેન્ડુલકરના નામે વધારે બોલે છે પણ આદર સાથે ઝૂકવાનો સત્કાર તો કોચ રમાકાંત આચરેકરને જ મળે છે. જાત ઘસી, સ્વને બાળીને તૈયાર કરવાનું કામ કરનારાના ભાગે મધ્યાહ્ન હંમેશા જોડાં જ આવતાં હોય છે અને એનું કારણ પણ એ જ છે કે કોચે કડવા રહેવું પડે

સચિન કોચ
સચિન કોચ

વાતની શરૂઆત કરતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરી લઈએ.

કોચ એટલે જરા પણ એવું માનવાની જરૂર નથી કે તે તમને સ્પોર્ટ્સના મેદાનમાં જ મળે. જરા પણ જરૂરી નથી કે તે તમને એક્સ્ટ્રા ઍક્ટિવિટીમાં જ ઉપયોગી હોય. હા, એ જગ્યાએ તો તે અનિવાર્ય છે જ છે, પણ સાથોસાથ એ પણ એક હકીકત છે કે કોચ માત્ર સ્પોર્ટ્સના ગ્રાઉન્ડમાં નહીં, તે જીવનના મેદાન પર પણ આવશ્યક છે અને પરિવારના આપ્તજનોથી માંડીને ઑફિસના કર્મચારીઓ સાથે કેવી રીતે રહેવું અને કેવા પ્રકારના વ્યવહારથી સુમેળભયુંર્ વાતાવરણ રહેશે એ સમજાવવા માટે પણ જરૂરી છે. રમતના મેદાનમાં જ નહીં, જીવનના પટાંગણમાં પણ કોચનું ગાઇડન્સ આવશ્યક છે. પણ આ આવશ્યકતા કારગત ત્યારે નીવડશે જ્યારે મળેલી એ સલાહ કે પછી મળેલી એ શિખામણને સાચી રીતે અને વાજબી રીતે સમજવામાં અને જીવનમાં ઉતારવામાં આવી હશે. કોચ ક્યારેય મીઠો નહીં હોય, કોચ ક્યારેય સ્વીટનેસ સાથે વાતો કરનારો નહીં હોય. કોચના મોઢેથી ક્યારેય તારીફ સાંભળવા નહીં મળી હોય. માનવામાં ન આવતું હોય તો જઈને પૂછી આવો સચિન તેન્ડુલકરને. રમાકાંત આચરેકરે સચિનની ટ્રેઇનિંગ દરમ્યાનની એક પણ ગેમનાં વખાણ નહોતાં કર્યાં કે તારીફના બે શબ્દો પણ નહોતા કહ્યા. હા, સચિનની ગેરહાજરીમાં તેણે ગ્રાઉન્ડમાં આવતા તમામની હાજરીમાં સચિનનાં ભરપેટ વખાણ કર્યાં હતાં, પણ સચિનની હાજરીમાં ક્યારેય નહીં. કોચ કડવો હોવો જોઈએ. કડવું હોવું એ કોચનો ધર્મ છે. વખાણ કરવા માટે પ્રશંસક બનવું પડે અને જ્યારે પણ કોચ પ્રશંસક બને છે ત્યારે એની સીધી માઠી અસર તેના સર્જન પર પડતી હોય છે. સચિન જ શું કામ, તૈયાર થયેલા એકેએક હુન્નરને જઈને પૂછી શકો છો તમે. હૃતિક રોશનને પણ આ જ વાત લાગુ પડે છે અને સિદ્ધાર્થ રાંદેરિયાને પણ આ જ વાત સીધી અસર કરે છે. હૃતિક રોશનના કાન તરસી ગયા હતા તેના ઍક્ટિંગ ગુરુ રોશન તનેજાના મોઢે તારીફ સાંભળવા માટે અને ઈશાન રાંદેરિયા પણ પપ્પા સિદ્ધાર્થ રાંદેરિયાના મોઢે વખાણ સાંભળવા માટે આજે પણ તરસી રહ્યો છે, પણ પ્રશંસાનાં ફૂલો ક્યારેય કોચની પ્લેટમાં હોતાં નહીં. ટીકા તેમનું ઓજાર છે અને ટકોર તેમનું હથિયાર. જે સમયે આ ઓજાર વાપરવામાં નથી આવતું એ સમયે આત્મfલાઘાનો ભાવ બળવત બને છે અને બળવત બનેલો આ ભાવ પ્રગતિના પંથમાં ખાડાઓ પાડવાનું શરૂ કરી દે છે. ના, જરા પણ નહીં. વખાણની કોઈ અપેક્ષા ક્યારેય કોચ પાસેથી નહીં રાખતા. જો માનવામાં ન આવતું હોય તો હજી પણ વેબ પ્લૅટફૉર્મ પર તમે ‘દંગલ’ જોઈ શકો છો.

મહાવીર ફોગાટે તેની સગી દીકરી ગીતા ફોગાટનાં વખાણ નહોતાં કયાર઼્. તરસતી હતી ગીતા; પણ એમ છતાં, એમ છતાં મહાવીર ફોગાટને દીકરીનાં વખાણ નહોતાં કયાર઼્. ખબર હતી તેમને કે આ તરસ જ તેને અવ્વલ બનાવશે અને મંઝિલ પર પહોંચાડશે. પરિવારમાં પણ આપણે આ જ અનુભવીએ છીએ. પપ્પાની તારીફના બેચાર શબ્દો માટે વલખાં મારતા રહીએ અને પપ્પાને જાણે કે સાત હાથવાળી માતાજીના કોઈએ સમ આપ્યા હોય એમ પપ્પા એક શબ્દ પણ બોલતા નથી. મમ્મી બધું જોતી હોય અને તો પણ કશું કહેતી નથી. સવારે છ વાગ્યે નીકળેલી દીકરી રાતે દસ વાગ્યે ઘરમાં આવે અને મમ્મીના એકેએક અધૂરાં સપનાં પૂરાં કરે અને એ પછી પણ મમ્મીનું ધ્યાન તેની આ દોડધામ પર નથી હોતું. ના, એવું નથી. તેને ખબર છે, જે સમયે તે પ્રશંસાના ચાર શબ્દો બોલી લેશે એ સમયે દીકરીના પગમાંથી તાકાત ઓસરવી શરૂ થઈ જશે અને મસ્તકમાં વાયુ ઊભરાવાનો શરૂ થશે. ઓસરેલી તાકાત અને મસ્તકમાં ભરાયેલો વાયુ જ દીકરીની પ્રગતિને કોઈક રીતે ગોટાળે ચડાવવાનું આરંભી દેશે. થયેલો આ આરંભ પ્રગતિની દિશાએથી દીકરીને પાછી વાળશે અને તેનો વિકાસ રૂંધાશે. જો વિકાસ રૂંધાવા ન દેવો હોય તો, જો પ્રગતિને ખોરંભે ન ચડવા દેવી હોય તો પ્રશંસા અને વખાણની અપેક્ષા તેમની પાસેથી નહીં રાખતા જેને તમે કોચ માનતા હો, જેને તમે તમારા આઇડલ માનતા હો, જેને તમે તમારા આરાધ્ય માનતા હો. ક્યારેય નહીં, કોઈ દિવસ નહીં. તે પ્રશંસા કરશે નહીં અને તે પ્રશંસા કરશે નહીં એટલે જ તો વિકાસ અકબંધ રહેશે.

જો મનમાં એવો પ્રfન ઊઠતો હોય કે કાયમ માટે આવું ન હોવું જોઈએ, કોઈ વખત તો તારીફના દોઢસો-બસો શબ્દો બોલાવા જોઈએ તો એક નાનકડી સ્પષ્ટતા. એ બોલાતા જ હોય છે, પણ એને તારીફ કે વખાણના હેડિંગ સાથે મૂકવામાં નથી આવતા હોતા અને એટલે જ તે કોચ છે. હેડલાઇન સાથે અહીં વાત નહીં થાય. અહીં બિટ્વીન-ધ-લાઇન્સ વાત થશે. અહીં હાજરીમાં વાત નહીં થાય, અહીં ગેરહાજરીમાં વાત થશે અને ગેરહાજરીમાં જ વાત થાય છે એટલે જ રમાકાંત આચરેકરના નામે વર્લ્ડ રેકૉર્ડ બોલતા નથી, એ સચિન તેન્ડુલકરના નામે બોલાય છે.

આ પણ વાંચો : સેલ્ફી ખેંચવામાં વેડફી નાખતા યુવાનોમાં કૉસ્મેટિક સર્જરી તરફ ઝુકાવ વધ્યો

ફિલ્મફેર અવૉર્ડ રોશન તનેજાને નહીં, પણ હૃતિક રોશનને મળે છે અને વર્લ્ડની બેસ્ટ ઇમારત બનાવવાનો ખિતાબ આર્કિટેક્ચર કૉલેજના પ્રોફેસરને નહીં, એ કૉલેજમાં તૈયાર થઈને પ્રૅક્ટિસ કરવા બહાર આવેલા આર્કિટેક્ટના ફાળે જાય છે. જેને ખિતાબનો નહીં પણ ખિતાબ અપાવવાનો મોહ છે એ કોચ, એ જ સાચો કિંગમેકર. જોજો તમારી આજુબાજુમાં, તમને પણ આવા કોચ દેખાઈ આવશે, આવા કિંગમેકર તમારી લાઇફમાં પણ ક્યાંક હશે. જો હોય તો તેને જાળવી રાખજો, એમાં હિત તમારું જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK