જ્યારે સમર કૅપિટલ તરીકે ઓળખાતા શ્રીનગર સહિત કાશ્મીર ઘાટીના બીજા કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે બપોર સુધીમાં ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં પાંચ ઇંચ બરફ પડ્યો હતો તથા ચાર મિલીમીટર વરસાદ પડ્યો હતો. મંગળવારે રાત્રે ગુલમર્ગનું તાપમાન માઇનસ ચાર ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. પહેલગામમાં ગઈ કાલે એક સેન્ટિમીટર હિમવર્ષા થઈ હતી અને ૪.૬ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.’
શ્રીનગર-લેહ હાઇવે પર સૌથી વધુ સરેરાશ છથી દસ ઇંચ હિમવર્ષા થઈ હતી. લદ્દાખના લેહ શહેરમાં મંગળવારે માઇનસ ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જ્યારે એની બાજુમાં જ આવેલા કારગિલમાં મિનિમમ ટેમ્પરેચર માઇનસ ૭.૨ ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે સાંજે ઉત્તર પ્રદેશ પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. એને લીધે દૃશ્ય ધૂંધળું થઈ જતાં ટ્રેન નીચે આવી જવાને કારણે ત્રણ બાળકોનાં મોત થયાં હતાં. બીજા સાત લોકોના મોત રોડ એક્સિડન્ટમાં થયા હતા.હવામાન વિભાગે જણાવ્યું હતું કે ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઘટીને માત્ર દસ મીટર થઈ ગઈ હતી. ટ્રેનોનાં શેડ્યુલ્સ પણ ખોરવાઈ ગયાં હતાં અને એ નિયત સમય કરતાં ઘણી મોડી ચાલી રહી હતી.
કૉન્ગ્રેસ નબળી પડી રહી છે: પક્ષને મજબૂત બનાવવા જી-૨૩ નેતાઓનું જમ્મુમાં સંમેલન
28th February, 2021 11:37 ISTઆ છે એકહથ્થુ ઍડ્વેન્ચરસ ડ્રાઇવર
27th February, 2021 09:16 ISTSrinagar Encounter: શ્રીનગરમાં પોલીસ પર આતંકવાદી હુમલો, 2 જણ શહીદ
19th February, 2021 14:24 ISTપુલવામા હુમલાના બે વર્ષ પૂરા થવાના દિવસે આતંકવાદી હુમલાનો પ્રયાસ નિષ્ફળ
15th February, 2021 13:54 IST