Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Snake in Condom: વપરાયેલા કૉન્ડમમાં ફસાયો સાપ, આ રીતે બચ્યો જીવ

Snake in Condom: વપરાયેલા કૉન્ડમમાં ફસાયો સાપ, આ રીતે બચ્યો જીવ

07 January, 2021 06:54 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Snake in Condom: વપરાયેલા કૉન્ડમમાં ફસાયો સાપ, આ રીતે બચ્યો જીવ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પ્લાસ્ટિક કચરો શહેર, માણસીઓ અને જીવ-જંતુઓ માટે કેટલો જોખમકારક છે. આનો અંદાજો લોકોને ત્યારે લાગ્યું જ્યારે એક સાપ યૂઝ્ડ કૉન્ડમમાં ફસાઇને તરફડવા લાગ્યો. બેચેનીને કારણે સાપ પોતાનું મોઢું કૉન્ડમમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થઈ સક્યો. બે જાન્યુઆરીના દિવસે આ ઘટના મુંબઇના કાંદિવલી વિસ્તારમાં ગ્રીન મીડોઝ હાઉસિંગ સોસાઇટીમાં બની. સોસાઇટીની એક મહિલાએ સાપ તરફડતો જોયો.

સર્પમિત્રએ બચાવ્યો જીવ
સોસાઇટીની જ રહેવાસી મીતા માલવંકર નામની એક મહિલાએ આ ઘટના જોયા પછી એક સર્પમિત્ર સંસ્થાને ફોન કર્યો. જેના પછી સર્પમિત્રએ આવીને સાપ બચાવ્યો. સ્થાનિક લોકોને શરૂઆતમાં લાગ્યું કે સાપ કોઇક પ્લાસ્ટિકની થેલીમાં ફસાઇ ગયો છે અને આ કારણે તે બેચેન છે. જો કે, પછી ખબર પડી કે જેને લોકો પ્લાસ્ટિકની થેલી સમજી રહ્યા હતા તે હકીકતે એક યૂઝ્ડ કૉન્ડમ હતું.



અઢી મીટર લાંબા સાપને બચાવાયો
સોસાઇટીમાં જ્યારે સર્પમિત્રોની ટીમ પહોંચી તો તેમણે જોયું કે સાપ બેચેનીની મુદ્રામાં તડપી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે આ કોઇ સાપ વિશેષજ્ઞની હરકત હોઇ શકે છે. જેમાં સાપના મોંમાં કૉન્ડમ પહેરાવી દેવામાં આવ્યું. આ કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. સર્પ વિશેષજ્ઞો પ્રમાણે સરળતાથી પોતાનો શિકાર જવા દેતો નથી તેના ધારદાર દાંત શિકારને પોતાનો નિશાનો બનાવી જ લે છે. તેમ છતાં આ સાપને કૉન્ડમ પહેરાવવું ચોંકાવનારી વાત છે.


અજાણ લોકો વિરુદ્ધ કેસ દાખલ
આ મામલે પોલીસે અજ્ઞાત લોકો વિરુદ્ધ પોલીસ કેસ નોંધ્યો છે. હાલ બચાવવામાં આવેલા સાપને મુંબઇના સંજય ગાંધી નેશનલ પાર્કમાં લઈ જઈને ડૉક્ટરો દ્વારા તેની તપાસ કરવામાં આવી. ડૉક્ટર પ્રમાણે સાપને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી પણ હવે તેની સ્થિતિ સામાન્ય છે. સાપના શરીર પર કોઇપણ પ્રકારની બાહ્ય ઇજા નહોતી લાગી. એસજીએનપીના ડૉક્ટર શૈલેશે જણાવ્યું કે સાપને જંગલના નૈસર્ગિક માહોલમાં છોડી દેવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2021 06:54 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK