Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Video: ત્રણ ભયંકર સાપની લડાઈ, જુઓ કોણ જીતે છે...

Video: ત્રણ ભયંકર સાપની લડાઈ, જુઓ કોણ જીતે છે...

18 September, 2020 02:17 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Video: ત્રણ ભયંકર સાપની લડાઈ, જુઓ કોણ જીતે છે...

સર્પમિત્ર આકાશ જાદવ નામની યૂટ્યૂબ ચેનલ પર કોબરા અને એવા અનેક સાપની પ્રજાતિ વિશે જણાવે છે. અને આવા વીડિયોઝ શૅર કરતા રહે છે.

સર્પમિત્ર આકાશ જાદવ નામની યૂટ્યૂબ ચેનલ પર કોબરા અને એવા અનેક સાપની પ્રજાતિ વિશે જણાવે છે. અને આવા વીડિયોઝ શૅર કરતા રહે છે.


મોટા ભાગે સાપ (Snake)ને જોઇને આપણને ડર લાગતો હોય છે. પણ શું તમે ક્યારેય એક સાથે ત્રણ (Fight of three Snakes)સાપને લડતાં જોયા છે? તેમના લડતા જોઇને એવું લાગે છે તે એકબીજાના જીવના દુશ્મનો છે. અને સાપ પણ સામાન્ય નહીં કોબરા સ્નેક છે. જેને હિન્દીમાં ગેહૂવન પણ કહેવાય છે. આ ત્રણ ઝેરી કોબરા (Kobra) એવી રીતે લડી રહ્યા છે જાણે એકબીજાનો જીવ લેશે.

મોટાભાગે લોકોને સાપને જોતાં જ પસીનો વળવા લાગે છે એટલે કે તે ગભરાઈ જાય છે. તેમાં અધૂરામાં પૂરું કોબરા સ્નેક હોય તો ભયને માર્યે સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. પણ શું તમને ખબર છે કે એક કામ એવું પણ છે જેમાં સાપ સાથે કામ પડવું એ રોજની બાબત છે. જ્યાં સામાન્ય લોકો સાપને જોઇને ગભરાઇ જતાં હોય છે ત્યાં આ લોકો જ તેમનો સહારો બને છે. એવા લોકો એટલે સ્નેક કેચર. આ લોકો સાપ વચ્ચે રહેતા હોય છે. એક એવા સ્નેક કેચરે ત્રણ સાપની લડાઇ કેમેરામાં ઉતારી છે.



અહીં જુઓ વીડિયો : 


કેવી રીતે ભયંકર કોબરા સ્નેક પહેલા તો તેને ડરાવે છે. ફૂંફાડા મારે છે. પછી એક સાથે પકડાઇ જવા પર એકબીજાના જ જાણે જીવના દુશ્મન હોય એમ લડી પડે છે. સર્પમિત્ર આકાશ જાદવ નામની યૂટ્યૂબ ચેનલ પર કોબરા અને એવા અનેક સાપની પ્રજાતિ વિશે જણાવે છે. અને આવા વીડિયોઝ શૅર કરતા રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2020 02:17 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK