મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટના અધિકારીઓએ શુક્રવારે સાંજે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિક્રોલી ખાતે એક ટેમ્પોને અટકાવીને તપાસ કરતાં એમાંથી ઓડિસાથી સ્મગલ કરીને લવાયેલો ૩.૫૦ કરોડ રૂપિયાનો ૧,૮૦૦ કિલો ગાંજો મળી આવ્યો હતો. આ કેસમાં બે જણની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મુંબઈમાં દર મહિને ૫૦૦૦ કિલો ગાંજો સપ્લાય થાય છે.
ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ ૨૫ વર્ષના આકાશકુમાર યાદવ અને ૨૬ વર્ષના દિનેશકુમાર સરોજની ધરપકડ કરી હતી. આ આખું રૅકેટ ઓડિસાના ગંજમ જિલ્લાનો લક્ષ્મીકાંત પ્રધાન ચલાવતો હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું. આ કેસ વિશે વધુ માહિતી આપતાં જૉઇન્ટ પોલીસ-કમિશનર (ક્રાઇમ) મિલિંદ ભારાંબેએ કહ્યું હતું કે ‘દર મહિને આ ગૅન્ગ મુંબઈમાં ૫૦૦૦ કિલો જેટલો ગાંજો લાવતી હતી. એમાંથી ૩૦૦૦થી ૪૦૦૦ કિલો ગાંજો તો માત્ર મુંબઈમાં જ ડિસ્ટ્રિબ્યુટ કરી દેવાતો હતો; જ્યારે બાકીનો થાણે, વસઈ, વિરાર, પાલઘર અને સુરતમાં વેચાતો હતો.’
આ ગૅન્ગની મોડસ ઑપરેન્ડી સમજાવતાં મિલિંદ ભારાંબેએ વધુમાં કહ્યું હતું કે ‘આ ગૅન્ગ મુંબઈથી દર વખતે એક નવો ટેમ્પો ઓડિસાથી નાળિયેર લાવવાનાં છે એમ કહીને ભાડે કરતી હતી. એ ઓડિસા રાજ્યની સરહદ સુધી જતો. ત્યાર બાદ એ ટેમ્પો અન્ય ટેમ્પો-ડ્રાઇવર અને ક્લીનરને સોંપી દેવાતો. તેઓ એ ટેમ્પો આગળ લઈ જતા. દરમ્યાન અહીંના ડ્રાઇવર અને ક્લીનરના મોબાઇલ લઈને સ્વિચ્ડ-ઑફ કરી દેવાતા. જ્યાં સુધી ટેમ્પો ગાંજો લઈને આવે નહીં ત્યાં સુધી તેમને હોટેલમાં રાખવામાં આવતા અને તેમનો ખાવા-પીવાનો ખર્ચો ઉપાડી લેવાતો. જોકે નાળિયેરની આડમાં એમાં ગાંજાની હેરફેર થતી હતી. ત્યાર બાદ ટેમ્પો મુંબઈ તરફ રવાના થતો. એમાંથી થોડો માલ સોલાપુરમાં અને કેટલોક માલ પુણેમાં ઉતારી દેવાતો. એ પછી એ ટેમ્પો ભિવંડીમાં પાર્ક થતો. ત્યાર બાદ ત્યાંથી મુંબઈ, વસઈ-વિરાર અને સુરતમાં અલગ-અલગ ડિસ્ટ્રિબ્યુશન થતું હતું. મુંબઈ અને આસપાસના ડિસ્ટ્રિબ્યુશનની જવાબદારી સંદીપ સાતપુતેની રહેતી. આ આખા વ્યવહારમાં નાણાંનો વ્યવહાર હવાલા દ્વારા થતો અથવા રોકડમાં કરાતો હતો. આ કેસના અન્ય આરોપીઓની અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’
કુરારમાંથી ૧.૦૨ કરોડનું ચરસ પકડાયું
ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૧૨ના દહિસરના અધિકારીઓએ શુક્રવારે રાતે ઉત્તર મુંબઈમાં ડ્રગ્સની સપ્લાય કરતા ૨૪ વર્ષના મેઇન ડ્રગ-પેડલર કિસન હરિપ્રસાદ ગૌડ ઉર્ફે સાઠેની કુરારના અપ્પાપાડાના બીએમસી મેદાનમાંથી ધરપકડ કરી હતી. તેની પાસેથી ૧.૦૨ કરોડ રૂપિયાનું ૩,૨૦૦ ગ્રામ ચરસ મળી આવ્યું હતું. તેની સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૬ ફેબ્રુઆરી સુધીની એનડીપીએસની કસ્ટડી આપી હતી.
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 ISTવ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ
27th February, 2021 10:18 IST