સ્મૃતિ ઇરાની: ભણતર પૂરી નથી કરી, તો હવે શું કરું? તો એકતાએ કહ્યું આ...

Published: Nov 19, 2019, 18:51 IST | Mumbai Desk

સ્મૃતિ ઇરાનીએ વિશ્વના ટૉપ અમીર લોકોમાંના એક બિલ ગેટ્સ સાથેની તસવીર અપલોડ કરી હતી.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે અને આ તસવીર પોતાના કૅપ્શનને કારણે ચર્ચામાં આવી ગઈ છે. હવે આ કૅપ્શનને કારણે આ તસવીર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હકીકતે, સ્મૃતિ ઇરાનીએ વિશ્વના ટૉપ અમીર લોકોમાંના એક બિલ ગેટ્સ સાથેની તસવીર અપલોડ કરી હતી.

બિલ ગેટ્સ સાથેની આ તસવીરમાં ખાસ આનું કૅપ્શન છે. સ્મૃતિ ઇરાનીએ તસવીર સાથે લખ્યું છે- "વિચારું છું ભણતર પૂરું નથી કર્યું, આગળ શું કરું." આ કૅપ્શન પચી તેની વધારે ચર્ચા થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સ્મૃતિ ઇરાનીએ આ કૅપ્શન એટલા માટે લખ્યું છે, કારણ કે તેના મંત્રી બનાવ્યા પછી તેમના ભણતરને લઈને ઘણાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતાં. એવું માનવામાં આવી રહ્યું છે કે સ્મૃતિ ઇરાનીએ આ કૅપ્શન દ્વારા કટાક્ષ કર્યો છે.

 
 
 
View this post on Instagram

सोच रहे हैं पढ़ाई पूरी करी नहीं , आगे क्या करें 🧐

A post shared by Smriti Irani (@smritiiraniofficial) onNov 18, 2019 at 5:12am PST

મંત્રીએ સોમવારે આ તસવીર શૅર કરી હતી અને અત્યાર સુધી હજારો લોકો આને લાઇક કરી ચૂક્યા છે અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તો ફિલ્મ મેકર એકતા કપૂરે આના પર રિએક્ટ કરતાં ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સીરિયલની યાદ અપાવી. એકતાએ તસવીર પર કોમેન્ટ કરતાં લખ્યું, - "બૉસ! તુલસી ક્યોંકિ હજી પણ યાદ છે... પ્લીઝ કમબૅક કરો..."

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

આના પછી સ્મૃતિ ઇરાનીએ પણ આનો જવાબ આપ્યો. સ્મૃતિ ઇરાનીએ જવાબમાં લખ્યું, "સેવા પહેલા છે મેડમ. એ જણાવો કે રવિ સાથે પુસ્તક વાંચ્યું?" સ્મૃતિ ઇરાની અને એકતા કપૂર વચ્ચે થયેલી આ વાતચીત પછી આ તસવીરની વધારે ચર્ચા થઈ રહી છે. જણાવીએ કે રાજનીતિમાં આવ્યા પહેલા સ્મૃતિ ઇરાની ટીવી સીરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થીમાં તુલસીનું પાત્ર ભજવતી હતી અને આ શૉ એકતા કપૂરના બૅનર હેઠળ બન્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK