સ્મૃતિ ઈરાનીએ 12 વર્ષ જૂનો ફોટો કર્યો શેર, લોકોએ કર્યો પસંદ

Published: Jun 29, 2019, 17:48 IST | મુંબઈ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ 12 વર્ષ જૂનો ફોટો શેર કર્યો છે. જેને લોકો પસંદ કરી રહ્યા છે.

સ્મૃતિ ઈરાની(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
સ્મૃતિ ઈરાની(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયાની ક્વીન છે અને તેણે પોસ્ટ કરેલા ફોટોસ અને મીમ્સ તેનો પુરાવો છે. સ્મૃતિ ઈરાની ધ્યાન રાખે છે કે તે પોતાના ચાહકોને હસાવતા રહે, ભલે તેના માટે પોતાની જાતનો મજાક ન બનાવવો પડે. સ્મૃતિના પિક્ચર્સ નેટિઝન્સને ખૂબ હસાવે છે.

થોડા અઠવાડિયા પહેલા, સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના વધતા જતા વજનને પોઝિટિવ અને રમૂજી રીતે રજૂ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ તેનું અને સુરતના સાંસદ દર્શના જરદોષનો ફોટો શેર કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ આ તસવીરનું કેપ્શન આપ્યું હતું, 'ક્યા સે ક્યા હો ગયા.'

 
 
 
View this post on Instagram

Kya se kya ho gaye dekhte dekhte 🤦‍♀ when #thoughtfulthursday ‘weighs’ on you 🤪😆 @darshanajardosh

A post shared by Smriti Irani (@smritiiraniofficial) onJun 5, 2019 at 8:42pm PDT


એવું લાગે છે કે સ્મૃતિ તેના અભિનયના દિવસોને યાદ કરી રહી છે. સ્મૃતિએ તેના ચાહકોને તેની એક ઝલક બતાવી છે અને કેપ્શન આપ્યું છે #Flashbackfriday. આ તસવીર વિરુદ્ધ ધારાવાહિકની છે જેમાં તેણે વસુધાની ભૂમિકા ભજવી હતી.

 
 
 
View this post on Instagram

#flashbackfriday 👩‍🏫

A post shared by Smriti Irani (@smritiiraniofficial) onJun 28, 2019 at 2:12am PDT


આ તસવીરમાં, ભાજપના મંત્રીએ 2007માં તેની આવેલી ધારાવાહિકનો ફોટો પોસ્ટ કર્યો છે. એકતા કપૂરની ક્યોંકી સાસ ભી કભી બહુ થીમાં તુલસીની ભૂમિકા ભજવીની સ્મૃતિ ઈરાની જાણીતા બન્યા હતા.

આ પણ વાંચોઃ સ્મૃતિ ઈરાનીના ગલી બોય પરની આ પોસ્ટ જોઈ તમે ખડખડાટ હસી પડશો

સ્મૃતિ ઈરાની ભાજપ સરકારના સૌથી નાની વયના મંત્રી છે. તેમને મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ 55, 120 મતથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે જીત મેળવી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK