સ્મૃતિ ઈરાનીએ અમેઠીની મહિલાઓને ભેટ આપી ૧૫,૦૦૦થી વધુ સાડીઓ

Published: 21st October, 2014 05:08 IST

કેન્દ્રના માનવસંસાધન વિકાસપ્રધાન સ્મૃતિ ઈરાનીએ અમેઠી લોકસભા મતવિસ્તારની મહિલાઓને ૧૫,૦૦૦થી વધુ સાડીઓ દિવાળીની ભેટ તરીકે આપી છે.સ્મૃતિ ઈરાનીના સહાયક વિજય ગુપ્તા મારફત આ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્મૃતિ અમેઠીમાંથી લોકસભાની ગઈ ચૂંટણી કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સામે હારી ગયાં હતાં.  

વિજય ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘જગદીશપુર, તિલોઇ, સલોન અને અમેઠી વિસ્તારના ગ્રામજનોમાં દિવાળીની ભેટની વહેંચણી કરવામાં આવી હતી. ગઈ સંસદીય ચૂંટણીમાં હારવા છતાં અમેઠીના લોકોની સેવા કરવાની સ્મૃતિ ઈરાનીની પ્રબળ ઇચ્છાના અનુસંધાનમાં ૧૫,૦૦૦થી વધારે સાડીઓ ભેટ આપવામાં આવી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK