રશ્મિ ઠાકરેની કાર અને બાઇક અથડાયાં

Published: 30th October, 2012 05:06 IST

બાંદરામાં કલાનગર જંક્શન પાસે ગઈ કાલે શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરેની કાર અને બાઇકની ટક્કર થઈ હતી, જેમાં બન્ને બાઇકસવારો ગંભીર રીતે જખમી થયા હોવાનું ગઈ કાલે ખેરવાડી પોલીસે જણાવ્યું હતું.

ખેરવાડી પોલીસે જણાવ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ રવિવારે રાતે આઠ વાગ્યાની આસપાસ પોતાની કારમાં દક્ષિણ મુંબઈ જઈ રહ્યાં હતાં ત્યારે કલાનગર જંક્શન પાસે કાર અને બાઇક અથડાયાં હતાં, જેમાં બાઇક પર બેઠેલા ૨૪ વર્ષના શેર અલી ખાન અને પચીસ વર્ષના મોહમ્મદ સાજિયા ખાન જખમી થયા હતા. ઍક્સિડન્ટ પછી બન્નેએ એકબીજાની ભૂલ હોવાનું કહેતાં અત્યારે તો કોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નથી આવી. જંક્શન પર લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાનું ફુટેજ જોયા પછી કેસ નોંધવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK