મહારાષ્ટ્રનું સૌથી ભ્રષ્ટ શહેર પુણે

Published: 19th December, 2014 02:54 IST

ગયા વર્ષે ટૉપ થ્રીમાં રહેલું મુંબઈ આ વર્ષે આઠમા નંબરે


Graphic/Amit Bandreઍન્ટિ-કરપ્શન બ્યુરો (ખ્ઘ્ગ્)માંથી મળતા આંકડાઓ મુજબ ૨૦૧૪માં દેશની નાણાકીય રાજધાની મુંબઈ જે ગયા વર્ષે ભ્રષ્ટાચારમાં રાજ્યમાં ત્રીજે સ્થાને હતી એ આ વર્ષે આઠમે સ્થાને છે; જ્યારે રાજ્યની સાંસ્કૃતિક રાજધાની પુણે રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટ છે. ખ્ઘ્ગ્માંથી મળતા આંકડા મુજબ એણે પુણેમાં ૨૧૬ સરકારી અધિકારીઓની લાંચ લેવા બાબતે ધરપકડ કરી હતી અને શહેરમાં ભ્રષ્ટાચારના ૨૦૩ કેસ નોંધાયા હતા. પુણે પછી નાશિક આવે છે. નાશિકમાં લાંચ લેવા માટે ૨૧૦ સરકારી કર્મચારીઓની ધરપકડ થઈ હતી અને ૨૦૫ કેસ નોંધાયા હતા. નાશિક બાદ ઔરંગાબાદમાં ૧૬૪ સરકારી અધિકારીઓની ધરપકડ થઈ હતી અને ૧૫૧ કેસ નોંધાયા હતા. ઔરંગાબાદ પછી થાણેમાં ૧૫૫ વ્યક્તિઓની ધરપકડ થઈ હતી અને ૧૪૫ કેસ નોંધાયા હતા. થાણે બાદ નાગપુર, અમરાવતી, નાંદેડ અને પછી મુંબઈનો નંબર આવે છે. મુંબઈમાં લગભગ ૯૦ વ્યક્તિઓની ધકપકડ થઈ હતી અને ૮૦ કેસ નોંધાયા હતા.

રેવન્યુ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ 

રાજ્યના રેવન્યુ વિભાગે ભ્રષ્ટાચારમાં પહેલો નંબર મેળવ્યો છે. રાજ્યભરમાં રેવન્યુ વિભાગના ૪૧૦ કર્મચારીઓની ધરપકડ થઈ છે અને ૩૧૨ કેસ નોંધાયા છે. ભ્રષ્ટાચારને મામલે પોલીસ અને રેવન્યુ વિભાગમાં હંમેશાં સ્પર્ધા રહી છે. ગયા વર્ષે સૌથી ભ્રષ્ટ પોલીસ વિભાગ હતો, આ વર્ષે રેવન્યુ વિભાગે પહેલો નંબર મેળવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK