વેસ્ટર્નમાં મુસાફરોની સુવિધા માટે બેસાડાયાં ટિકિટ કિઓસ્ક

Published: 26th September, 2012 04:33 IST

વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓએ ટિકિટ લેવા માટે લાંબી લાઇનોમાં ઊભા ન રહેવું પડે એ માટે ચર્ચગેટ સ્ટેશન પર શુક્રવારે બે ઑટોમેટિક ટિકિટ કિઓસ્ક બેસાડવામાં આવ્યાં છે.

આની મદદથી પ્રવાસી ટિકિટ ખરીદી શકે છે, સ્માર્ટ કાર્ડ રીચાર્જ કરી શકે છે અને સેકન્ડોમાં સીઝન્સ ટિકિટ પણ રિન્યુ કરાવી શકે છે. જોકે આ મશીનનો ઉપયોગ કરવા માગતા પ્રવાસીએ એમાં જેટલી જરૂર હોય એટલી ચોક્કસ રકમ જ મૂકવી પડે છે, કારણ કે મશીન પૈસાની લેવડદેવડ કરી શકતું નથી. આ મશીનમાં પાંચ રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયાની નોટ તેમ જ એક, પાંચ અને દસ રૂપિયાના સિક્કાઓ વાપરી શકાય છે. આ મશીન પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે ચર્ચગેટ સ્ટેશન પર બેસાડવામાં આવ્યું છે અને જો પ્રવાસીઓનો હકારાત્મક પ્રતિભાવ મળશે તો એને વેસ્ટર્ન રેલવેનાં અન્ય સ્ટેશનો પર પણ બેસાડવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK