Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > છ મહિનાની બાળકી પર રેપ

છ મહિનાની બાળકી પર રેપ

04 December, 2014 06:04 AM IST |

છ મહિનાની બાળકી પર રેપ

છ મહિનાની બાળકી પર રેપ



ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઇટોડા ગામમાં માત્ર છ મહિનાની બાળકી પર બળાત્કારની ભયાનક ઘટના બહાર આવી છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી અને આરોપી ભાગી છૂટયો છે. બળાત્કારનો ભોગ બનેલી બાળકીને ચાણસ્માની ધારપુર સિવિલ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. છોકરીની હાલત નાજુક છે.

આ ઘટનાની વિગત આપતાં ચાણસ્મા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેકટર ડી. ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ઇટોડા ગામમાં આવેલા પોતાના ઘરમાં છ મહિનાની છોકરી એકલી હતી ત્યારે આરોપીએ તેના પર બળાત્કાર કર્યો હતો. ભવાનજી ઠાકોર નામનો ૩૨ વર્ષની વયનો આરોપી છોકરીના પરિવારનો પરિચિત છે.’છોકરીનાં માતા-પિતા ઇટોડા ગામના પાદરે આવેલા સ્થળે ધાર્મિક કાર્યક્રમમાં પોતાની બે અન્ય દીકરીઓ સાથે ગયાં હતાં.

છ મહિનાની વયની આ ત્રીજી છોકરીને સંભાળવા તેમણે આરોપીને સૂચના આપી હતી. જોકે છોકરીનો પરિવાર ઘરે પાછો ફર્યો ત્યારે આરોપી ઉતાવળે ઘરમાંથી નાસી છૂટયો હતો અને છોકરી પારાવાર રડી રહી હતી. છોકરીની માતાએ તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે છોકરીના પ્રાઇવેટ પાર્ટમાંથી બ્લીડિંગ થઈ રહ્યું છે. એ પછી છોકરીનો પરિવાર તત્કાળ ભવાનજી ઠાકોરના ઘરે ગયો હતો, જ્યાં આરોપીએ તેમને ધમકી આપી હતી કે આ ઘટનાની જાણ કોઈને કરશો તો ભૂંડું પરિણામ આવશે. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.





Whatsapp-channel Whatsapp-channel

04 December, 2014 06:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK