મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ઍક્સિડન્ટમાં છનાં મૃત્યુ

Published: 26th December, 2011 04:46 IST

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પર લોનાવલા પાસે શનિવાર મધરાત બાદ એક પ્રાઇવેટ બસ અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં છ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં અને અગિયાર જણ ગંભીર જખમી થયા હતા.

 

આ તમામ લોકો એક ટ્રાવેલ કંપની મારફત વિદેશમાં ફરવા જઈ રહ્યા હતા. ક્રિસમસની રજા નિમિત્તે પુણેની એક પ્રાઇવેટ ટ્રાવેલ કંપની મારફત થાઇલૅન્ડ, મલેશિયા અને સિંગાપોરની દસ દિવસની ટૂર જઈ રહી હતી, જેમાં પુણેના ૧૭ લોકો થાઇલૅન્ડ જવા મુંબઈથી ફ્લાઇટ પકડવા આવી રહ્યા હતા, પણ મુંબઈ પહોંચતાં પહેલાં જ લોનાવલા પાસે કાળનો કોળિયો બની ગયા હતા. તેમની બસનું પૈડું એક ખાડામાંથી જઈને ફાટી જતાં અને ડ્રાઇવરનો બસ પરથી કાબૂ છૂટી જતાં બસ વિરુદ્ધ દિશામાં જઈ પડી હતી. એ જ સમયે મુંબઈથી પુણે આવી રહેલી એક ટ્રક સાથે બસ જોશભેર ભટકાઈ હતી, જેમાં છ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK