હવામાં ગ્લાઇડ કરતાં-કરતાં સોફા પર બેસીને ટીવી પર ટૉમ ઍન્ડ જેરી શો જોયો
હવામાં ગ્લાઇડ કરતાં-કરતાં સોફા પર બેસીને ટીવી પર ટૉમ ઍન્ડ જેરી શો જોયો
પૅરાગ્લાઇડિંગના અવનવા વિડિયોઝ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યા છે. વિપિન સાહૂ નામના એક પૅરાગ્લાઇડરનો તેની ટૂંકી હવાઈયાત્રા દરમ્યાન બૂમાબૂમ કરતો અને ‘કોઈ મને નીચે ઉતારો, કોઈ મને નીચે ઉતારો’ની કાકલૂદીના અવાજોનો વિડિયો વિવાદનો વિષય બન્યો છે. તો બીજો એક વિડિયો ખરેખર અજબ લાગે એવો છે. ટર્કીના ઇઝમીર પ્રાંતના રહેવાસી હસન કંવલ ગ્લાઇડિંગના હવાઈપ્રવાસ દરમ્યાન ટૉમ ઍન્ડ જેરીનો શો જોતો હોવાનું વિડિયોમાં દેખાય છે. હસને ગ્લાઇડરમાં સોફા અને ટીવી ગોઠવ્યાં છે અને જોતાં-જોતાં પૉપકૉર્ન પણ ખાઈ રહ્યો છે. વિડિયો-ક્લિપના આરંભમાં પૅરાગ્લાઇડર કોઈ ટેકરી પરથી ટેક-ઑૅફ કરે છે. ત્યાર પછી હસને તેનાં શૂઝ કાઢીને સ્લિપર પહેર્યાં અને સોફા પર બેસી ગયો હતો. પગ સામેના સ્ટૅન્ડ પર ટેકવીને તેણે ટીવી પણ ચાલુ કર્યું અને એના પર ટૉમ ઍન્ડ જેરી જોતો હતો. એ વખતે પૅરાગ્લાઇડરની નીચે દરિયો દેખાતો હતો. હવામાં સેંકડો ફુટ ઊંચે સોફા પર બેસીને ઊડતી વખતે હસનભાઈ એકસમ રિલૅક્સ્ડ હતા.