સાયન હૉસ્ટિપલમાં ઉંદરોનો ત્રાસ : સી.ટી. સ્કૅન મશીનના વાયરો કાતરી જાય છે

Published: 21st October, 2012 04:39 IST

સાયન હૉસ્પિટલ તરીકે ઓળખાતી લોકમાન્ય ટિળક હૉસ્પિટલના સી.ટી. સ્કૅન મશીનના વાયરો ઉંદરે કોતરી ખાતાં છેલ્લા આઠ-દસ દિવસથી એ બંધ થઈ ગયું હતું.

ગુરુવારે આ મશીન રિપેર થતાં ફરી શરૂ કરવામાં આવ્યું હતું. આવી ઘટના મહિનામાં બીજી વાર બની છે. અગાઉ ઑક્ટોબરની શરૂઆતમાં ૧૦ દિવસ માટે સી.ટી. સ્કૅન મશીન બંધ થઈ ગયું હતું. આ હૉસ્પિટલ માટે બે વર્ષ પહેલાં જ સાડાત્રણ કરોડ રૂપિયાનું સી.ટી. સ્કૅન મશીન ખરીદવામાં આવ્યું હતું. ઉંદરોના ત્રાસને કારણે હવે હૉસ્પિટલની ઑથોરિટી ઉંદરોનો ત્રાસ દૂર કરવાનું પગલું ભરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK