પત્નીની હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા પતિ ત્રણ-ત્રણ રાજ્યોનો કર્યો પ્રવાસ

Published: 24th October, 2011 16:19 IST

સિલવાસાના એક વેપારીએ દહેજના મામલે પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી ત્રણ દિવસ સુધી તેના મૃતદેહને લઈને ઘરવાળા સાથે સિલવાસાથી ઉત્તર પ્રદેશના જૌનપુર સુધી પ્રવાસ ખેડ્યો હતો, પરંતુ ત્યાં જતાં પૂર્વે આ બનાવને ઍક્સિડન્ટમાં ખપાવવા માટે મુંબઈની થાણે સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હોવાની સનસનાટીભરી વિગતો બહાર આવી છે.

 

 

સિલવાસાનો વેપારી મર્ડરને ઍક્સિડન્ટમાં ખપાવવા થાણે આવ્યો પણ ફાવ્યો નહીં એટલે ઉત્તર પ્રદેશ ગયો અને ત્યાં પકડાઈ ગયો. આરોપી પ્રિયેશ સિંહ મુંલુડમાં રહે છે. તેની સિલવાસાના પિમ્પરિયામાં એન. પી. બેલ્ટિંગ લિમિટેડ નામની ફૅક્ટરી છે.

ભાભીએ જ ભાંડો ફોડ્યો

સિલવાસા પોલીસે કહ્યું હતું કે ‘૨૫ ઑગસ્ટે પ્રિયેશે તેના મોટા ભાઈની પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે એક અકસ્માતમાં તેની પત્ની નીલમનું મૃત્યુ થયું છે. જોકે પ્રિયેશની વાત પર શંકા જતાં મોટા ભાઈની પત્નીએ આ વિશે નીલમના પરિવારજનોને આ વિશે નનામો ફોન કરાવી નીલમના મૃત્યુ વિશે માહિતી આપી દીધી હતી. નીલમના ભાઈએ સિલવાસા જઈને પ્રિયેશના ફ્લૅટને તાળું જોતાં નીલમની દહેજ માટે હત્યા તથા અપહરણ થયાની ફરિયાદ સિલવાસા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’

દહેજ માટે હત્યા

ફરિયાદમાં જણાવ્યાનુસાર થાણેના તેમના પરિવારની માલિકીના પેટ્રોલ પમ્પની પિતાના મૃત્યુ બાદ વહેંચણી થઈ હતી, પંરતુ નીલમે પિતાની સંપત્તિમાંથી કોઈ પણ ભાગ લેવાનો ઇનકાર કરતાં તેના પતિ અને સાસુ-સસરાએ નીલમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. સિલવાસા પોલીસે કહ્યું હતું કે ‘મૃતદેહના નિકાલ માટે થાણે હૉસ્પિટલે ના પાડતાં તેઓ મૃત શરીર સાથે જૌનપુર ગયા હતા. ત્યાં મૃતદેહને કારમાં જ મૂકીને તેઓ ત્યાંથી નાસી છૂટuા હતા. ઉત્તર પ્રદેશ પોલીસે મૃતદેહનો કબજો લેતાં સિલવાસાથી પ્રિયેશની ધરપકડ કરી હતી. પ્રિયેશનાં માતા-પિતા અને તેનાં ભાઈ-ભાભી હજી નાસતાં ફરે છે. પ્રિયેશે પોતાના કબૂલાતનામામાં આ હત્યા તેની માતાએ કરી હોવાનું જણાવ્યું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK