મૉલ, થિયેટર જેવાં સ્થળોએ CCTV કૅમેરા ફરજિયાત થશે

Published: Nov 20, 2014, 05:20 IST

રાજ્ય સરકાર પબ્લિક સેફ્ટી ઍક્ટનો વિચાર કરી રહી છે. પરિસરમાં એકઠા થયેલા ક્રાઉડને મૅનેજ કરવા દુકાનો, મૉલ્સ તેમ જ ઇવેન્ટ ઑર્ગેનાઇઝર્સને તેમની પોતાની સલામતી સિસ્ટમ ફરજિયાતપણે બેસાડવાનું કહેવામાં આવશે, એમાં CCTV કૅમેરા બેસાડવાનો પણ સમાવેશ થાય છે.


જો એમ કરવામાં તેઓ નિષ્ફળ જશે તો દંડ ભરવો પડશે અથવા તેમનું લાઇસન્સ રદ કરવામાં આવી શકે છે. ચાલુ વર્ષના ઑગસ્ટ મહિનામાં હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ઍક્ટનો પ્રસતાવ સ્ટેટ કૅબિનેટને મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો હતો. હવે આ ઍક્ટનું ભાવિ નવી રચાયેલી BJPની સરકારના હાથમાં છે. આ ઍક્ટ એવી દરેક જગ્યાને લાગુ પડશે જેમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકોને સમાવી લેવાની ક્ષમતા છે.

છેલ્લો મોકો : પોલીસ-સ્ટેશનમાં CCTV કૅમેરા બેસાડવા ચાર અઠવાડિયાં


રાજ્યમાં પોલીસ-સ્ટેશનના બધા રૂમમાં અને પરિસરમાં CCTV કૅમેરા બેસાડવા માટે મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટે દેવેન્દ્ર ફડણવીસની સરકારને છેલ્લો મોકો આપતાં ચાર અઠવાડિયાંમાં નિર્ણય લેવાનું કહ્યું છે. પોલીસ-કસ્ટડીમાં થયેલા મૃત્યુને કારણે ઘ્ગ્ત્ તપાસની માગણી કરતી અમુક પિટિશનની સુનાવણી વખતે આ નિર્દેશ આપવામાં આવ્યો હતો. પોલીસ-સ્ટેશનના બધા રૂમમાં અને પરિસરમાં CCTV બેસાડવાના નિર્દેશ કર્યા બાદ કોર્ટે આ CCTV રેકૉર્ડિંગ્સને ઓછામાં ઓછા એક વર્ષ સુધી સાચવી રાખવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK