એક વર્ષનું બાળક સાપનો કણો ગળી ગયો

Published: Sep 06, 2020, 20:58 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બાળકે સાપના કણાને માર્યો અને પછી તેનો અમૂક ભાગ ગળી ગયો હતો. તેની માતા આ જોઈને હેબતાઈ ગઈ અને છોકરાને તરત જ હૉસ્પિટલમાં લઈ ગઈ

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

તાજેતરમાં જ બરેલી જીલ્લાનાં ભોલાપુર ગામનાં ફતેહગંજ વિસ્તારમાં એક વર્ષનું બાળક ઘરની બહાર રમતી વખતે ભૂલથી સાપનો કણો ગળી ગયો હતો.

રિપોર્ટ મુજબ, પહેલા આ બાળકે સાપના કણાને માર્યો અને પછી તેનો અમૂક ભાગ ગળી ગયો હતો. તેની માતા આ જોઈને હેબતાઈ ગઈ અને છોકરાને તરત જ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. છોકરાને હૉસ્પિટલમાં ઓબઝરવેશનમાં રાખવામાં આવ્યો હતો.

આ છોકરાના પિતા ધરમપાલે છ ઈંચના મરેલા સાપના કણાને પણ હૉસ્પિટલમાં લઈ ગયો હતો. મેડિકલ ઑફિસર હરિશ ચંદ્રએ કહ્યું કે, છોકરાને એન્ટી-વેનમ ઈન્જેક્શન આપીને ઈમરજન્સી વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. ડૉક્ટર્સના મતે સાપ ક્રેટ હૅચલીંગ્સ જાતિનો હતો જે ખૂબ જ ઝેરીલી પ્રજાતિનો હતો પરંતુ સમયસર સારવારને લીધે છોકરો ખતરાની બહાર છે.   

ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના સિનિયર ઑફિસર રમેશ પાંડેએ કહ્યું કે, ક્રેટ હૅચલીંગ્સ અને વુલ્ફ સ્નેકની ચામડી એક સરખી દેખાતી હોવાથી બંને વચ્ચે ફરક કરવું અઘરું છે. વુલ્ફ સ્નેક ઓછા ઝેરીલા હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK