Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Video: દેરના લગ્નમાં અંબાણી પરિવારની વહુ શ્લોકાએ જીત્યા સૌના દિલ

Video: દેરના લગ્નમાં અંબાણી પરિવારની વહુ શ્લોકાએ જીત્યા સૌના દિલ

25 November, 2019 04:46 PM IST | Mumbai

Video: દેરના લગ્નમાં અંબાણી પરિવારની વહુ શ્લોકાએ જીત્યા સૌના દિલ

દેરના લગ્નમાં શ્લોકા મહેતા

દેરના લગ્નમાં શ્લોકા મહેતા


અંબાણી પરિવારમાં લાગે છે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. મુકેશ અંબાણીના ભાણિયા અર્જુન કોઠારી અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ આ અવસરને પોતાના ખાસ પર્ફોર્મન્સથી એકદમ ખાસ બનાવી દીધો.




અર્જુન કોઠારીના લગ્ન અને તેના પહેલાના ફંક્શનના તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી એકમાં શ્લોક મહેતા બોલીવુડના જાણીતા ગીત આંખ મારે પર ડાન્સ કરતી જોવા મળે છે. સાથે તેણે વરરાજાને પરસેવાથી બચાવવા માટે હવા પણ નાખી.

શ્લોકા મહેતાએ દેરના લગ્ન માટે ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો હતો.સાથે તેણે મરૂન નેકલેસ, ચોકર અને ટીકો પણ પહેર્યો હતો. જ્યારે વરરાજાએ લાઈટ પિંક શેરવાની, ઓરેન્જ-પિંક પાઘડી અને પિંક દુપટ્ટો પહેર્યો હતો. સાથે લૂકને કમ્પલીટ કરવા તેણે ગ્રીન નેકલેસ પહેર્યો હતો.



મુકેશ અંબાણીની બહેનના દિકરાના લગ્ન પહેલા એન્ટિલિયામાં ખાસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન સહિતના સિતારાઓએ હાજરી આપી હતી. ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.


આ પણ જુઓઃ લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 04:46 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK