મિડ-ડેના રિપોર્ટનો પડઘો : શિવસેનાની નગરસેવિકા ઈમાનદાર બનવા તૈયાર

Published: 1st October, 2011 21:07 IST

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (ઘાટકોપર)ના ભાવિન શાહ અને અન્ય કાર્યકરો ગઈ કાલે ઘાટકોપર સુધરાઈના ‘ઍન’ વૉર્ડમાં ફરી એક વાર તેમણે તૈયાર કરેલા ઈમાનદારીના ઘોષણાપત્ર પર સહી કરાવવા ગયા ત્યારે તેમને નવાઈનો આંચકો લાગ્યો હતો. ઘાટકોપરના વૉર્ડ નંબર ૧૨૨નાં શિવસેનાનાં નગરસેવિકા અને ‘ઍન’ વૉર્ડ પ્રભાગ સમિતિનાં અધ્યક્ષ શુભાંગી શર્કિેએ એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર આ કાર્યકરોને ઈમાનદારીના ઘોષણાપત્ર પર સહી આપી હતી.

 

તેમના આ પરિવર્તનથી ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (ઘાટકોપર)ના કાર્યકરોને નવાઈ લાગી હતી એમ જણાવતાં ભાવિન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને કોઈ બીજા વિવાદમાં રસ નથી, પરંતુ તેમણે સહી કરી આપી એ માટે અમે તેમનો આભાર માનીએ છીએ. મહાનગરપાલિકાના ઝોન-૬ના ડેપ્યુટી કમિશનર ડૉક્ટર એસ. એસ. કુડાળકર આજે હેડક્વૉર્ટર ગયા હોવાથી મળી શક્યા નહોતા. તેમને મળવા અમે સોમવારે પાછા જઈશું. બની શકે કે તેમનામાં કોઈ પરિવર્તન આવી ગયું હોય.’

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (ઘાટકોપર)ના એક કાર્યકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની પરવાનગી વગર ઈમાનદારી ઘોષણાપત્ર સહી કરવાનો ઇનકાર કરતાં હતાં એ શિવસેનાનાં નગરસેવિકા શુભાંગી શર્કિે કોઈ પણ દલીલ વગર સહી કરવા તૈયાર થઈ ગયાં.’

‘મિડ-ડે’એ ગઈ કાલે આ બનાવનો વિગતવાર અહેવાલ પ્રગટ કર્યો હતો અને એને પગલે શુભાંગી શિર્કેએ વલણ બદલી નાખ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK