શિવાજી પાર્કમાં શિવસેનાની મહારૅલી મુશ્કેલીમાં?

Published: 10th October, 2011 20:13 IST

ભીમશક્તિ-શિવશક્તિના જોડાણની ઉજવણી કરવા માટે શિવાજી પાર્કમાં ભવ્ય રૅલીનું આયોજન કરવાના શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના આયોજન પર પાણી ફરી વળે એવી સંભાવના છે. શિવાજી પાર્ક સાઇલન્સ ઝોન છે અને પક્ષે ભૂતકાળમાં વારંવાર સાઇલન્સ ઝોનના નિયમો તોડ્યા હોવાને કારણે ચળવળકારો એવી માગણી કરી રહ્યા છે કે આ રૅલીની પરવાનગી આપતી વખતે પક્ષના ભૂતકાળના વર્તનને પણ ધ્યાનમાં લેવામાં આવે.


તાજેતરમાં દશેરાની શિવસેનાની રૅલીમાં પક્ષે સાઇલન્સ ઝોનમાં ૫૦ ડેસિબલથી વધારે અવાજનું પ્રમાણ ન વધવું જોઈએ એ નિયમની સદંતર અવગણના કરી હતી. આ વિસ્તાર સાઇલન્સ ઝોન હોવાથી અહીં સ્પીકરની મદદથી અમુક મર્યાદા કરતાં વધારે અવાજને મંજૂરી નથી. જોકે શિવસેનાએ બે વખત આ નિયમની સદંતર અવગણના કરી હોવાથી ચળવળકારોના વિરોધને પગલે હવે પક્ષને ભીમશક્તિ-શિવશક્તિના જોડાણની ઉજવણી કરવા માટે શિવાજી પાર્કમાં ભવ્ય રૅલીનું આયોજન કરવાની કદાચ મંજૂરી ન પણ મળે. શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેએ દશેરાની રૅલીમાં જાહેરાત કરી હતી કે આગામી ચૂંટણીમાં તેમનો પક્ષ અને સાથીદારો તેમના જોડાણની જાહેરાત કરવા શિવાજી પાર્કમાં જ ટૂંક સમયમાં બીજી રૅલીનું આયોજન કરશે.


આ વિવાદ વિશે વાત કરતાં શિવસેનાની દશેરા રૅલીની પરવાનગી મેળવવા માટે ર્કોટમાં અરજી કરનારા સેનાના નેતા અનિલ પરબે કહ્યું હતું કે ‘અમે ફરીથી પરવાનગી મેળવવા માટે અરજી કરીશું અને પછી જ રૅલી યોજીશું. અમે ૨૦૧૨ના ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી સુધરાઈની ચૂંટણી પહેલાં જ મહારૅલીનું આયોજન કરીશું. હવે પરવાનગી આપવી કે ન આપવી એ ર્કોટનો નર્ણિય છે, અમારી ફરજ તો માત્ર અરજી કરવાની છે.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK