ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ફેસબુક પર પોસ્ટ લખનાર પર ઇન્ક ઢોળી દીધી

Published: Jan 01, 2020, 13:29 IST | Mumbai

ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ફેસબુક પર વાંધાજનક પોસ્ટ લખનાર એક યુવક પર શિવસેનાની મહિલા કાર્યકર્તાએ ઇન્ક ઢોળી દીધી હતી.

ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ફેસબુક પર વાંધાજનક પોસ્ટ લખનાર એક યુવક પર શિવસેનાની મહિલા કાર્યકર્તાએ ઇન્ક ઢોળી દીધી હતી. આ બનાવ રાજ્યના બીડ જિલ્લાનો છે. યુવકે મહારાષ્ટ્રમાં નવા ચૂંટાયેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી જેમાં યુવકે ‘નાલાયક’ અને ‘ઉધ્વસ્ત’ શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. આ પોસ્ટથી રોષે ભરાયેલી મહિલા કાર્યકર્તાએ તેના પર ઇન્ક ઢોળી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુંબઈના એક યુવકનું ઠાકરે વિરુદ્ધમાં કમેન્ટ કરવા બદલ મુંડન કરાવવામાં આવ્યું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK