170 MLA અમારી સાથે, ભાજપ નહીં માને તો NCP સાથે બનાવશું સરકારઃ શિવસેના

Published: Nov 03, 2019, 15:42 IST | મુંબઈ

મહારાષ્ટ્રમાં સતાની ખેંચતાણ વચ્ચે શિવસેનાએ કહ્યું કે, તેમની પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે. જો ભાજપ નહીં માને તો તેઓ એનસીપી સાથે મળીને સરકાર બનાવશે.

કોણ બનશે મુખ્યમંત્રી?
કોણ બનશે મુખ્યમંત્રી?

મહારાષ્ટ્રમાં રાજકારણ તેજ થયું છે. એક તરફ એનસીપીના પ્રમુખ શરદ પવાર પોતાના ચૂંટાયેલા ધારાસભ્ય સાથે બેઠક કરી રહ્યા છે તો બીજી તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં વરસાદ અને પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. એ વચ્ચે શિવસેનાએ દાવો કર્યો છે કે તેમની પાસે 170થી વધારે ધારાસભ્યોનું સમર્થન છે. જો ભાજપ તેમના ફૉર્મ્યૂલાને નહીં માને તો તે કોંગ્રેસ અને એનસીપીના સહયોગથી સરકાર બનાવશે.


શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં એ પણ દાવો કર્યો કે તેમની પાસે 170થી વધારે ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે એ પણ કહ્યું કે આ આંકડો 175 સુધી પહોંચી શકે છે અને જો ભાજપ 50-50ના તેમના ફૉર્મ્યૂલાને નહીં માને તો તેઓ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવશે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

શિવસેનાએ સામનાના સંપાદકીય લેખમાં એ પણ દાવો કર્યો છે કે ભાજપ રાજ્યમાં બહુમતિ નહીં સાબિત કરી શકે. જણાવી દઈએ કે શિવસેના રાજ્યની નવી સરકારના મંત્રી મંડળમાં બરાબરનો ભાગ માંગી રહી છે. સાથે જ અઢી વર્ષ માટે શિવસેનાનો મુખ્યમંત્રી હોય તેવી માંગણી પણ રાખી રહી છે.જ્યારે ભાજપ ફડણવીસને જ પાંચ વર્ષ સુ    ધી સીએમ બનાવવા માંગે છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105 અને શિવસેનાએ 56 સીટો જીતી  છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK